કોરોના સમયગાળા પછી ઓનલાઇન શિક્ષણનો વલણ ખૂબ જ ઝડપથી વિકસિત થયો. વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખવા માટે શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન સિસ્ટમ શરુ કરાઈ જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ કોઈ કસર છોડતા નથી, તેઓ બાળકોને ઓનલાઇન દ્વારા સતત ભણાવી રહ્યા છે. પરંતુ આ ઓનલાઇન અભ્યાસની આડઅસર પણ છે.
મામલો મહારાષ્ટ્રનો છે જ્યાં ઓનલાઇન વર્ગો દરમિયાન પોર્ન વીડિયો અચાનક ચાલુ થઇ ગયું આ મામલો પાછલા અઠવાડિયાનો છે, જ્યાં મુંબઇના વિલે પાર્લેમાં એક કોલેજના ઓનલાઇન વર્ગ દરમિયાન ઈસમોઓએ અશ્લીલ વીડિયો ચલાવ્યો હતો. કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે આઇપીસી અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
જુહુ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના સંકટને કારણે દેશની શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ થઈ રહ્યું છે. કારણ કે રોગચાળાના જોખમને લીધે શાળા કે કોલેજમાં જવું શક્ય નથી. તેથી જ બાળકો તેમના ઘરેથી ઓનલાઇન વર્ગોમાં ભાગ લઈ રહ્યા છે.
જુહુ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મામલો ચાર દિવસ પહેલાનો છે. આ અંગે કોલેજના એક પ્રોફેસરે ફરિયાદ કરી હતી, જેના આધારે અજાણ્યા શખ્સ સામે આઈપીસી અને આઈટી એક્ટની કલમ 292, 570 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જુહુ પોલીસની સાથે સાયબર સેલના અધિકારીઓ પણ સંબંધિત આરોપીઓને શોધી રહ્યા છે.
