કોરોના/ ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કોરોના વિરૂદ્વ પાંચ મંત્ર આપ્યા

દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ કેસની સંખ્યા 51 પર પહોંચી ગઈ છે.મહારાષ્ટ્રમાં ડેલ્ટા પલ્સના કેસો વધી રહ્યા છે. 

Top Stories

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે તમામ રાજ્યોને પોઝિટિવ કોરોના કેસોથી વાકેફ રહેવું જોઈએ અને તેના પર નજર રાખવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કોવિડ -19 ના નિયંત્રણો હળવી કરવાની પ્રક્રિયા સાવચેત અને વ્યવસ્થિત રીતે કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય વતી, રાજ્યો અને તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 ના સંચાલન માટે પરીક્ષણ, સર્વેલન્સ, સારવાર, રસીકરણ અને યોગ્ય વર્તન માટેની પાંચ-પોઇન્ટ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.

ગૃહમંત્રાલયે રાજ્યોને જિલ્લાઓને વહીવટી એકમ તરીકે ગણીને હોસ્પિટલોમાં ચેપના દર અને પથારીની સ્થિતિ પર નિયમિત દેખરેખ રાખવા જણાવ્યું છે. જો ત્યાં સંક્રમણના દરમાં વધારો અને પથારી પરના દર્દીઓની સંખ્યામાં સંકેત હોય, તો પછી કન્ટેન્ટ ઝોન બનાવવાની કાર્યવાહી કરવી જોઈએ.દેશમાં કોરોના વાયરસના આંકડામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તાજેતરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો 50 ની સપાટીને પાર કરી ગયો  છે. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ કેસની સંખ્યા 51 પર પહોંચી ગઈ છે.મહારાષ્ટ્રમાં પણ કોરોના ડેલ્ટ પલ્સના કેસો વધી રહ્યા છે.