Not Set/ જેતપુરનાં બે ખેડૂતોનું સાહસ, ડ્રેગન ફ્રુટના વાવેતરનો આવ્યો વિચાર

જેતપુર તાલુકાના સરદાર પુર ગામના બે ખેડૂત ધવલ રામોલિયા અને મોહન ડોબરીયાએ તેમના ખેતરમાં સતત કંઈક ને કંઈક નવું કરતા રહે છે. ડિજીટલ યુગ સાથે જોડાયેલા આ ખેડૂતો ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રગતિ કરતા રહે છે.

Gujarat Others

સૌરાષ્ટ્રમાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે ખેતીમાં કંઈક ને કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરોડો કમાઈ રહ્યા છે.

યુ ટ્યુબ પરથી મેળવી જાણકારી

ઓછી મહેનતે વધારે આવક

જેતપુર તાલુકાના સરદાર પુર ગામના બે ખેડૂત ધવલ રામોલિયા અને મોહન ડોબરીયાએ તેમના ખેતરમાં સતત કંઈક ને કંઈક નવું કરતા રહે છે. ડિજીટલ યુગ સાથે જોડાયેલા આ ખેડૂતો ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રગતિ કરતા રહે છે. થોડા સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  યુટ્યુબ પર ડ્રેગન ફ્રુટની ખેતી વિશે જાણ્યું. ખેતરના થોડા ભાગમાં ડ્રેનગ ફ્રુટનું વાવેતર કરવા માટે પ્રેરાયા છે. જેના માટે તેઓએ ડ્રેગન ફ્રુટનું બિયારણ કલકત્તાથી મંગાવ્યા બાદ યુટ્યુબની મદદથી એક વીઘા જમીનમાં વાવેતર શરૂ કર્યું. જેમાં મોહનભાઈને સારી એવી સફળતા મળી છે. .અને ઓછા વાવેતર ખર્ચ અને ઓછી મહેનતથી ડ્રેગન ફ્રુટનો પાક આવવાનો શરૂ થયો છે. ડ્રેગન ફ્રુટના વેચાણ માટે તેમને બહાર જવાની કે જાહેરાત કરવાની પણ જરૂર રહેતી નથી.

હીમોગ્લોબીન વધારવામાં મદદરૂપ

ઓર્ગેનિક રીતે કરાઇ છે ડ્રેગન ફ્રુટની ખેતી

બાગાયત ખેતી કરતા વધારે ઉત્પાદન

ડાયાબિટીસ અને કેન્સરમાં ઉપયોગી

ડ્રેગન ફ્રુટનું વાવેતર કરનાર મોહન ડોબરીયાને પણ આ પાકની ખેતીથી ઘણા સારા અનુભવ થયા છે. કારણ કે ડ્રેગન ફ્રુટનો છોડ એક વખત વાવીને વર્ષો સુધી ફળ આપે છે અને તેને રાસાયણિક ખાતર કે અન્ય પેસ્ટીસાઈડ આપવાની જરૂર પડતી નથી. સાથે આ ફ્રુટની માંગ પણ વધારે છે. ડ્રેગન ફ્રુટ દવા તરીકે પણ વધારે વપરાય છે. જેને લઈને ખેડૂતોને વેચાણ માટે વધારે મહેનત કરવી પડતી નથી. .અન્ય બાગાયત ખેતી કરતા વધારે પાક ઉત્પાદન અને પૈસા કમાવી આપે છે.

ખેડૂતો જો પરંપરાગત ખેતી છોડીને કંઇક અલગ કરવા સાહસ કરે તો ચોક્કસ સફતા મળે છે. તેમજ આ બંને ખેડુતોએ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારુપ બન્યા છે.