Not Set/ ચાલુ મેચમાં સેરેના વિલિયમ્સ રડી પડી, હાજર દર્શકો થયા ભાવુક, જાણો પૂરી વિગત

અમેરિકાની 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સે વિમ્બલ્ડન 2021 ની શરૂઆત નબળી કરી હતી, જ્યાં તે ઈજાને કારણે ટૂર્નામેન્ટની પહેલી મેચમાંથી બહાર થઈ ગઈ હતી.

Top Stories Sports

અમેરિકાની 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સે વિમ્બલ્ડન 2021 ની શરૂઆત નબળી કરી હતી, જ્યાં તે ઈજાને કારણે ટૂર્નામેન્ટની પહેલી મેચમાંથી બહાર થઈ ગઈ હતી. અલીકસાંદ્રા સાસ્નોવીચ વિરુદ્ધની મેચમાં, સેરેના ઈજાનાં કારણે અધ વચ્ચેથી મેચમાંથી હટી ગઈ હતી અને સાસ્નોવિચને વિજય મળ્યો હતો. સેરેનાની મેચ ફક્ત 34 મિનિટ સુધી ચાલી હતી અને આ દરમ્યાન તે એક વખત સારવાર માટે કોર્ટની બહાર નીકળી ગઈ હતી.

Euro 2020 / સ્પેન એ એક્સ્ટ્રા ટાઈમમાં ક્રોએશિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન કર્યુ સુરક્ષિત

અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું આઠમું વિમ્બલ્ડન સિંગલ્સનો ખિતાબ જીતવો અને માર્ગારેટ કોર્ટનાં 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનાં રેકોર્ડની બરોબરીનું સપનું મંગળવારે તૂટી ગયુ હતુ. 39 વર્ષિય સેરેના બેલારુસની અલીકસાંદ્રા સાસ્નોવીચ સામેની તેની પ્રથમ રાઉન્ડની મેચમાં પ્રથમ સેટમાં 3-1થી આગળ ચાલી રહી હતી. પરંતુ તે મેચ દરમ્યાન અચાનક લપસી ગઈ અને તેને ડાબા પગની ઘૂંટીમાં ઇજા પહોંચી હતી, જેની તેને ફરી તપાસ કરાવવી પડી. તબીબી સારવાર બાદ સેરેના વિલિયમ્સ કોર્ટમાં પરત ફરી હતી પરંતુ મેચ બંધ કરવી પડી હતી અને કોર્ટમાંથી બહાર નીકળતાં જ તેની આંખોમાંથી આંસુ નિકળવા લાગ્યા હતા.

IPL 2021 / ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

વિમ્બિલ્ડનનાં પ્રથમ રાઉન્ડમાં વિલિયમ્સ આઉટ થવાની આ પહેલી ઘટના છે. મળી રહેલી માહિતી અનુસાર, આ મેચ દરમ્યાન હાજર દર્શકો પણ સેરેના વિલિયમ્સને જોઇને ભાવુક થઇ ગયા હતા અને તેમણે આ દિગ્ગજ ટેનિસ ખેલાડીને ઉભા થઇને ચિયર કર્યુ હતુ. સેરેના વિલિયમ્સ સપ્ટેમ્બરમાં યુ.એસ. ઓપન પૂર્વે ઠીક થવા માટે ઓલમ્પિકને યાદ કરી રહી હતી, જેને તેણે 6 વખત જીત્યો હતો.

Viral Video / સાઇકલ રેસ દરમ્યાન આ શખ્સનાં કારણે થઇ એવી દુર્ઘટના, જોઇને તમે પણ થઇ જશો ગુસ્સે

બ્રિટિશ સ્ટાર એન્ડી મરેએ ટ્વીટ કર્યું, “સેરેના વિલિયમ્સ માટે ખરાબ લાગ્યુ પરંતુ સેન્ટર કોર્ટ ખૂબ જ લપસી જવાય તેવુ છે. ત્યાંથી નીકળવું સરળ નથી.” તેની જમણી જાંઘ પર પટ્ટી લગાવીને રમી રહેલી વિલિયમ્સ, 2017 ની ઓસ્ટ્રેલિયન ઓપન પછીથી સ્લેમ જીતી શકી નથી.

ટી-20 વિશ્વ કપ / યુએઈ અને ઓમાનમાં યોજાશે ‘T-20 World Cup’, જાણો કઇ તારીખથી થશે શરૂ

સેરેના વિલિયમ્સે રવિવારે જાહેરાત કરી હતી કે, તે ટોક્યો ઓલિમ્પિકમાં અમેરિકાની ટીમનો ભાગ નહીં હોય. આપને જણાવી દઈએ કે, ટેનિસનાં ઇતિહાસમાં સેરેના સંયુક્ત રીતે સૌથી સફળ ઓલિમ્પિયન છે. સેરેનાએ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ચાર ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં 2012 નાં લંડન ઓલિમ્પિક્સમાં સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ છે. સેરેનાએ 2000 માં સિડની અને 2008 માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ડબલ્સ કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો છે. તેણે તેની મોટી બહેન વિનસ વિલિયમ્સ સાથે તમામ ડબલ્સ ગોલ્ડ જીત્યા છે.