યુરોપિયન યુનિયન/ ભારતે યુરોપિયન સંઘના સભ્યો દેશોને કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી સ્વીકારે

ભારતે ઇયુના સભ્ય દેશોને કોવિન પોર્ટલ દ્વારા જારી રસીકરણ પ્રમાણપત્ર સ્વીકારવા વિનંતી કરી છે.

Top Stories

યુરોપિયન યુનિયનએ તેની ‘ગ્રીન પાસપોર્ટ’ યોજના અંતર્ગત મુસાફરી પર પ્રતિબંધ હળવો કરી દીધો છે, જ્યારે ભારતે જૂથના 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે, કોવિડશીલ્ડ અને કોવાકસીન સામે રસી અપાયેલા ભારતીયોને યુરોપની મુસાફરી કરવા દેવામાં આવે તેના પર વિચાર કરે . તેમણે કહ્યું કે ભારતે ઇયુના સભ્ય દેશોને કોવિન પોર્ટલ દ્વારા જારી રસીકરણ પ્રમાણપત્ર સ્વીકારવા વિનંતી કરી છે.

યુરોપિયન યુનિયનનું ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર માળખું ગુરુવારથી અમલમાં આવશે, કોવિ઼ડ-19 રોગચાળા દરમિયાન મુસાફરીની મંજૂરી આપે છે. આ માળખા હેઠળ, જે લોકોને યુરોપિયન મેડિકલ એજન્સી ઇએમએ દ્વારા અધિકૃત રસીઓ મળી છે, તેઓને ઇયુ ની અંદર મુસાફરી પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવશે. વ્યક્તિગત સભ્ય દેશોને રાષ્ટ્રીય સ્તરે અથવા વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા અધિકૃત રસીઓ સ્વીકારવાની સ્વતંત્રતા છે.

‘અમે ઇયુના સભ્ય દેશોને વિનંતી કરી છે કે ભારતમાં એન્ટી કોવિડ -19 રસી કોવિશિલ્ડ અને કોવાકસીન પ્રાપ્ત કરનારા લોકોને સમાન છૂટ આપવામાં આવે અને કોવિન પોર્ટલ દ્વારા જારી રસીકરણનું પ્રમાણપત્ર સ્વીકારવામાં આવે તેના પર અલગથી વિચાર કરવા તેમણે વિનંતી કરી છે.ભારતમાં એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોવિડશિલ્ડ અને કોવાકસીન પ્રાપ્ત કરનારા લોકો યુરોપિયન યુનિયનની ‘ગ્રીન પાસ’ યોજના હેઠળ તેના સભ્ય દેશોની મુસાફરી માટે પાત્ર નહીં હોય,ઇયુના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે ઇયુના સભ્ય દેશો પાસે કોવિશિલ્ડ જેવા વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા અધિકૃત રસી સ્વીકારવાનો વિકલ્પ હશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, જોસેફ બોરેલ ફોન્ટેલેસ સાથેની બેઠક દરમિયાન ઇયુની ડિજિટલ સીઓવીડ પ્રમાણપત્ર યોજનામાં કોવિશિલ્ડને સમાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.