રાજય માં જ્યારે હવે કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જેમના લીધે મોલ, મલ્ટિપ્લેક્સ, જીમ, માર્કેટો ખુલી ગયાં છે હરવા ફરવા માટે ગોપીતળાવ, નેચર પાર્ક, ઍક્વેરિયમ પણ ખુલ્યા છે પરંતુ શહેરીજનોએ ત્યાં જવા રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે મફતમાં હરવા ફરવાનું એકમાત્ર સુરતીઓ માટેનું સ્થાન એટલે ડુમસ બીચ છે ત્યાં જ તંત્રએ પ્રતિબંધ મુક્યો હતો. છેલ્લા દોઢ મહિના થવા છતાં તંત્ર ડુમસ બીચ નો પ્રતિબંધ ઉઠાવતું ન હતું તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો .
ત્યાંનાં ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ કમિશનરને રજૂઆત કરી હતી. જેમના પગલે શનિવારે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ વિક-એન્ડમાં પણ લોકો માટે ખુલ્લો મુકવા નિર્ણય કર્યો હતો. જેમાં લોકો સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો અહીં ટહેલવા જઇ શકે છે. જોકે, સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.લોકો કોવિડ નિયમોનું પાલન કરે, બીચ પર પરિવાર સાથે જાઓ પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગનું અચૂક પાલન કરે.
