રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નાં વડા મોહન ભાગવતે રવિવારે ધર્મ અને લિંચિંગને લઈને આપેલા નિવેદનને લઇને હવે ચર્ચા શરૂ થઈ ગઇ છે. અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે એટલે કે આજે સવારે મોહન ભાગવતનાં નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, આ નફરત હિન્દુત્વની ઉપજ છે, આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારની રહેમ મળેલી છે.
RSS के भागवत ने कहा "लिंचिंग करने वाले हिंदुत्व विरोधी"।इन अपराधियों को गाय और भैंस में फ़र्क़ नहीं पता होगा लेकिन क़त्ल करने के लिए जुनैद, अखलाक़, पहलू, रकबर, अलीमुद्दीन के नाम ही काफी थे।ये नफ़रत हिंदुत्व की देन है, इन मुजरिमों को हिंदुत्ववादी सरकार की पुश्त पनाही हासिल है। 1/3
— Asaduddin Owaisi (@asadowaisi) July 5, 2021
રાજકારણ / દિવંગત રામ વિલાસ પાસવાનની જન્મ જયંતિએ ચિરાગ પાસવાને કર્યુ આશીર્વાદ યાત્રાનું આયોજન
હિન્દુત્વ અને લિંચિંગને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઇ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નાં વડા મોહન ભાગવતે હિન્દુત્વ અને લિંચિંગ અંગે આપેલા નિવેદન પછી, એઆઈએમઆઈએમનાં વડા અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શાંબ્દિક આક્રમણ કરતા કહ્યું હતું કે, આ નફરત હિન્દુત્વની ઉપજ છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, આ તિરસ્કાર હિન્દુત્વની ઉપજ છે, આ ગુનેગારો હિન્દુત્વ સરકારની રહેમ મળેલી છે. અલીમુદ્દીનનાં હત્યારાઓને કેન્દ્રીય મંત્રીનાં હસ્તે હાર પહેરાવવામાં આવ્યા છે, અખલાકનાં હત્યારાની લાશ પર તિરંગો લગાડવામાં આવે છે. જણાવી દઇએ કે, રવિવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આરએસએસનાં વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ કહે કે કોઈ મુસ્લિમ અહીં રહી શકતો નથી, તો તે હિન્દુ નથી. ગાય એક પવિત્ર પ્રાણી છે, પરંતુ જે લોકો તેના નામ પર અન્યની હત્યા કરી રહ્યા છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે. આવા કિસ્સાઓમાં કાયદાએ પોતાનુ કામ કરવુ જોઈએ. મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, તમામ ભારતીઓનાં DNA એક જ છે, ધર્મ ગમે તે હોય.
कायरता, हिंसा और क़त्ल करना गोडसे की हिंदुत्व वाली सोंच का अटूट हिस्सा है।मुसलमानो की लिंचिंग भी इसी सोच का नतीजा है। 3/3
— Asaduddin Owaisi (@asadowaisi) July 5, 2021
મોંઘવારીની માર / સામાન્ય જનતાની તૂટી કમર, આજે ફરી પેટ્રોલનાં ભાવમાં થયો ભડકો
ભાગવતનાં આ નિવેદન પછી અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે શ્રેણીબદ્ધ ટ્વીટમાં લખ્યું છે કે, આરએસએસનાં ભાગવતે કહ્યું કે, લિંચિંગ કરનાર હિન્દુ ધર્મ વિરોધી છે. આ ગુનેગારોને ગાય અને ભેંસ વચ્ચેનો તફાવત ખબર નહી હોય, પરંતુ જુનાદ, અખલાક, પહેલુ, રકબર, અલીમુદ્દીનનાં નામ તેમને મારવા માટે પૂરતા હતા. અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં લખ્યું છે કે, આસિફની હત્યા કરનારાઓનાં સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે, જ્યાં ભાજપ પ્રવક્તા પૂછે છે કે, “શું અમે મર્ડર પણ કરી ના શકીએ?” કાયરતા, હિંસા અને હત્યા એ ગોડસેની હિન્દુત્વની વિચારસરણીનો એક અભિન્ન ભાગ છે, મુસ્લિમોની લિંચિંગ પણ આ વિચારધારાનું પરિણામ છે.
