બનાસકાંઠા/ ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી ઝડપી મેગા ઓપરેશન પાર પાડ્યું

બનાસ નદી અને સિપુનદીમાં થતી ખનિજ ચોરી અટકાવવા  જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અવારનવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૃપિયાની દંડ

Gujarat Others

બનાસકાંઠા માં બનાસનદી અને સિપુનદી માંથી કરોડોની ચોરી ની ફરિયાદો અવારનવાર આવતી હોય છે ત્યારે ભૂસ્તર વિભાગ ફરિયાદ મળ્યાના ગણતરીની કલાકોમાં કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરે છે ત્યારે ગતરોજ ભૂસ્તર અધિકારી ને મળેલી ફરિયાદ ના આધારે કસલપુરથી ખનીજ ચોરી ઝડપી પાડેલ.

બનાસ નદી અને સિપુનદીમાં થતી ખનિજ ચોરી અટકાવવા  જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અવારનવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૃપિયાની દંડની વસુલાત કરવામાં આવે છે. ત્યારે ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીને ફરિયાદ મળેલ કે કસલપુર માં ખનીજ ચોરી થઈ રહી છે જે ફરિયાદ ના આધારે આજે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ભૂસ્તર વિભાગ ની ટિમ ડમ્પર માં બેસી કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીપટને અડીને આવેલ સર્વે નંબર 269 ગૌચર જમીન ઉપર મહેશ પ્રજાપતિ નામના ઈસમ દ્વારા કરવામાં આવી રહેલ રેતીનુ ખોદકામ પકડી પાડેલ છે.

આ પણ વાંચો :સામાન્ય બાબતમાં ખેલાયો ખૂની ખેલ, એક સાધુએ બીજા સાધુની કરી હત્યા

તપાસ કરતા સ્થળ પરથી એક હીટાચી સહિત ત્રણ ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં ખનિજ માફિયાઓ માં ફફડાટ ફેલાયો હતો. ભૂસ્તર વિભાગે અંદાજે રૂ  80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે ખોદકામ કરવામાં આવેલ વિસ્તારની માપણી કરી દંડની વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.જોકે ગતમોડી રાત્રે પણ ભૂસ્તર વિભાગની ટીમે ચિત્રાસની પાસેથી રાજસ્થાન રેતી ભરીને જતા ઓવરલોડ ડમ્પર ને ઝડપી લાખો નો દંડ ફટકારી મુદ્દામાલ ને કબજે કરેલ..

આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ની ટિમ ઓફિસ સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ઓપરેશન કરીને કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડેલ.જેને લઈને હવે ખનીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો :સુરતમાં જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં કાઢી રેલી, ઉંઘતી રહી પોલીસ

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાસ જોશીની તટસ્થ કામગીરી ના કારણે ગતવર્ષે ખનિજચોરી જડપીને સૌથી વધુ આવક એકઠી કરીને સરકાર માં આવક ઉભી કરી હતી.ત્યારે ફરી ચાલુ સાલે પણ ખનિજચોરી ઝડપવા ભૂસ્તરની ટિમ સક્રિય બની છે.

બનાસકાંઠા ના ખનીજ ચોરી કરતા તત્વો ભૂસ્તર વિભાગની ગાડીની સતત વોચ રાખતા હોય છે ત્યારે હવે ખનીજ ચોરી ઝડપવા ખાનગી વાહન અને ગતરોજ તો ડમ્પર નો ઉપયોગ કરતા ખનિજચોરો ને ઊંઘતા ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : સવારે પતિ પત્ની ઝઘડયા અને સાંજે પતિએ આપઘાત કર્યું, વાંચીને રહી જશો હેરાન