ગુજરાત/ હવે મિનિટોમાં પહોંચી શકાશે ભરૂચથી અંકલેશ્વર,12 જુલાઈએ નર્મદામૈયા બ્રિજનું કરાશે લોકાર્પણ

અંક્લેશ્વરની જનતા માટે સારા સમાચારા આવ્યા છે   ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા નર્મદા મૈયા બ્રિજને સામાન્ય જનતા માટે ખુલ્લો 12 જુલાઈથી મુકવામાં આવશે .

Gujarat Others

રાજય માં  વિકાસ ના કામો ઝડપથી  થઇ  રહ્યા છે ત્યારે થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં  થલતેજ બ્રીજનું  ઉદઘાટન કરવામાં આવ્યું હતું . જેનાથી લોકો ને  ટ્રાફિક માં રાહત મળી છે . ત્યારે વધુ માં એક  અંક્લેશ્વરની જનતા માટે સારા સમાચારા આવ્યા છે   ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા નર્મદા મૈયા બ્રિજને સામાન્ય જનતા માટે ખુલ્લો 12 જુલાઈથી મુકવામાં આવશે .

12 જૂલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે મહત્વનું છે કે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા ટ્રાફિકજામની સમસ્યાનો અંત આવશે .નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગોલ્ડ બ્રિજની સમાંતર બનેલા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકશે ભરૂચમા આવેલા ગોલ્ડન બ્રિજ એ વર્ષો જૂનો હોવાથી તેના પર ટ્રાફિકની સમસસ્યા વધુ રહે છે 3 કિ.મીની લંબાઈ ધરાવતો જિલ્લાનો આ પ્રથમ બ્રિજ છે.