Not Set/ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

પાટીદાર નેતા કહેવાતા અલ્પેશ કથીરિયાને લઇને તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કીરિયાને હાઇકોર્ટમાંથી જામીન મંજુરી મળી ગઇ છે.

Top Stories Gujarat Others
  • અલ્પેશ કથીરિયાના જામીન મંજુર
  • હાઈકોર્ટે જામીન કર્યા મંજુર
  • છેલ્લા 3 મહિનાથી હતા સુરત જેલમાં
  • એટ્રોસીટી કેસમાં અલ્પેશ હતો જેલમાં
  • મનપા ચૂંટણી વખતે કરી હતી મારામારી
  • બીટીપીના કાર્યકરો સાથે થઈ હતી મારામારી
  • મારામારી બાદ બીટીપીના કાર્યકરોએ આપી હતી ફરિયાદ
  • સુરત કામરેજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી ફરિયાદ
  • માર્ચ મહિનામાં થઈ હતી ફરિયાદ
  • અલ્પેશ આવતીકાલે છૂટશે જેલમાંથી

પાટીદાર નેતા કહેવાતા અલ્પેશ કથીરિયાને લઇને તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કીરિયાને હાઇકોર્ટમાંથી જામીન મંજુરી મળી ગઇ છે.

મેઘાની ધમાકેદાર એન્ટ્રી / ભારે બફારા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

BTP કાર્યકરો સાથે કરી હતી મારા-મારી

આપને જણાવી દઇએ કે, અલ્પેશ કથીરિયા પર એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો, વળી જ્યારે મનપાની ચૂંટણી હતી તે સમયે તેમણે BTP નાં કાર્યકરો સાથે મારામારી કરી હતી. આ મારામારી બાદ BTP નાં કાર્યકરોએ સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. માર્ચ મહિનામાં થયેલી ફરિયાદ બાદ અલ્પેશ કથીરિયા છેલ્લા 3 મહિનાથી સુરતની જેલમાં હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કથીરિયા આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ જેલમાંથી છૂટશે. જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા અલ્પેશ કથીરીયાની 14 માર્ચનાં રોજ SOG દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP કાર્યકર્તાઓ સાથે થયેલી મારા-મારી મામલે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમના પર એટ્રોસીટીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતીઓ આનંદો! / ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે હવે RTO નાં નહી ખાવા પડે ધક્કા, જનતાને મળ્યો વિકલ્પ

EWS એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને મળ્યુ અનામત

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અમરેલીનાં ગોખરવાડાનાં વતની છે. તેમના પિતા રત્નકલાકાર છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. સ્નાતક થયા બાદ વર્ષ 2012 માં LLB નાં કોર્ષમાં તેમણે પ્રવેશ લીધો હતો. વળી આ દરમ્યાન તેમણે પોતાના સમાજનાં યુવાઓને કે જેઓ અભ્યાસથી પાછળ રહી ગયા છે તેમના માટે સંઘર્ષ કરવાનું શરૂ કર્યુ. અલ્પેશ કથીરિયાએ સમાજનાં ગરીબ યુવાનો માટે કઇંક કરી બતાવવાનાં લક્ષ્ય સાથે તેમને પણ અનામતનો લાભ મળે તે માટે સંઘર્ષ શરૂ કર્યો. આજે એક એવો સમય છે કે તેમના દ્વારા કરવામાં આવેલા અથાત પ્રયત્નોનાં કારણે સરકાર દ્વારા EWS એટલે કે આર્થિક રીતે પછાત લોકો (કોઈ પણ જ્ઞાતીનો હોય) તેને અનામત મળવાનું શરૂ થઇ ગયુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…