રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે મેઘરાજાએ રાજ્યનાં 149 તાલુકામાં તેની મહેર કરી છે. જણાવી દઇએ કે, સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. વળી ઉમરગામ તાલુકામાં 3 ઇંચ વરસાદ, જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, વિસાવદરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, માળીયામાં 1.5 ઇંચ વરસાદ પડયો, વંથલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૂત્રાપાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, વેરાવળ અને ચોર્યાસી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં 12 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વળી રાજ્યનાં 131 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ગુજરાતીઓ આનંદો! / ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે હવે RTO નાં નહી ખાવા પડે ધક્કા, જનતાને મળ્યો વિકલ્પ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં હવે લાંબા સમય બાદ મેઘાની મહેર શરૂ થઇ છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.રાજ્યનાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. અહી કલ્યાણપુરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાનાં રાણપુરમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, બોટાદ શહેરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુર જિલ્લાનાં ક્વાંટમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, નસવાડીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. વળી વાલીયામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, હાંસોટમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ પણ સામે આવ્યુ છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં ખાંભામાં 1.5 ઇંચ વરસાદ, લાઠીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, પડધરીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જેતપુર,જસદણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સુત્રાપાડામાં 2.5 ઇંચ વરસાદ, વેરાવળમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, કોડીનારમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો છે. સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ઉમરગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. નીંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વલસાડ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, પારડી, વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે.
રાજકારણ / મોંઘવારી પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારનાં કાન પકડ્યા
ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ

ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 18.56 ટકા, કચ્છઝોનમાં સરેરાશ 19.06 ટકા વરસાદ, ઉત્તરગુજરાત ઝોનમાં સરેરાશ 16.90 ટકા વરસાદ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં સરેરાશ 18.21 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 17,37 ટકા વરસાદ, દક્ષિણગુજરાત ઝોનમાં સરેરાશ વરસાદ 19.31, દક્ષિણ ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ, ઉત્તરઝોનમાં મોસમનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
