બોલિવૂડ સ્ટાર્સ વિશે બધું જ જાણવાનો ક્રેઝ હંમેશા ચાહકોમાં રહ્યો છે. કયા સ્ટારનું હૃદય કોના માટે ધડકે છે કોનું બ્રેકઅપ થયું છે આ બધી બાબતોને જાણીને ચાહકો આનંદ મેળવતા હોય છે. અને ગ્રુપમાં ગોસીપ પણ કરતા હોય છે. ખાસ કરીને ચાહકો બોલીવુડ સુંદરીઓના અંગત જીવનમાં વધુ રસ બતાવે છે. ચાહકો હંમેશા એ જાણવાની ઇચ્છા રાખે છે કે કઇ અભિનેત્રી લગ્ન કરી રહી છે અથવા કોનું અફેર ચાલી રહ્યું છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સ્ક્રીન પર નવવધૂ બની ગઈ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં હજી પણ કુમારિકા છે.
આ અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં કુમારિકાઓ છે
કેટલી અભિનેત્રીઓએ પડદા પર માતાની ભૂમિકા પણ ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે લગ્નથી દૂર છે. ત્યારે તેમના ચાહકો એ જાણવા માટે ઉત્સાહમાં છે કે આ સૌન્દર્ય સામ્રાજ્ઞી ક્યારે અને કોની સાથે પ્રભુતામાં પગલા પડશે. તો ચાલો અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ જે ઘણી વાર પડદા પર નવવધૂ બની છે, પરંતુ વાસ્તવિક જીવનમાં કુમારિકા છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે ઘણી વાર સ્ક્રીન પર બ્રાઇડલ આઉટફિટ પહેર્યું છે. આલિયા ફિલ્મ ‘2 સ્ટેટ’ અને ઘણી જાહેરાતોમાં દુલ્હનની ભૂમિકામાં પણ જોવા મળી છે. જોકે વાસ્તવિક જીવનમાં હજુ સુધી આલિયાના હાથ પીળા થયા નથી. ઘણા સમયથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે આલિયા રણબીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે જ સમયે, ચાહકો પણ આલિયાની દુલ્હન બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કેટરિના કૈફ
બોલિવૂડની બાર્બી ગર્લ કહેવાતી કેટરિના કૈફ અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી વખત દુલ્હન બની ચૂકી છે. ઘણી વાર તે વરરાજાને મંડપમાં જ છોડી ભાગી ગઈ છે. જો કે, વાસ્તવિક જીવનમાં, કેટરિનાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. આ દિવસોમાં કેટરિનાનું નામ વિકી કૌશલ સાથે જોડવામાં આવી રહ્યું છે, તેથી ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં જ બંને સારા સમાચાર જણાવી શકે che.

કંગના
પંગા ગર્લ તરીકે જાણીતી કંગના રનૌત પણ ફિલ્મના પડદે ઘણીવાર લગ્ન કર્યા છે, પરંતુ તે હજી પણ વાસ્તવિક જીવનમાં કુંવારી છે. કંગનાનું નામ પણ લાંબા સમયથી કોઈની સાથે સંકળાયેલું લાગતું નથી. આવી સ્થિતિમાં ચાહકો કંગનાના લગ્ન ક્યારે કરશે તે જાણવા ઉતાવળા છે.

જાન્હવી કપૂર
જાન્હવી માત્ર થોડીક જ ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તે તેની પહેલી જ ફિલ્મમાં દુલ્હન બની હતી. જોકે, જાહન્વીના લગ્નમાં હજી ઘણો સમય બાકી છે કારણ કે તેણી તેની કારકીર્દિ સેટ કર્યા બાદ જ લગ્ન કરશે. જો કે, ચાહકો એ જાણવા માટે તલપાપડ છે કે આજકાલ જાન્હવીનું દિલ કોની પર વારી ગયું છે.
