ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે મેચ 18 જુલાઈએ કોલંબો (આર. પ્રેમાદાસા સ્ટેડિયમ, કોલંબો) માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની આ સીરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. બાકીની મેચ 20 અને 23 જુલાઇએ તે જ મેદાન પર રમાવાની છે. ભારતે પ્રથમ વનડે મેચ જંગી અંતરથી જીતી છે, જે શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા દ્વારા ધવન એન્ડ કંપનીને “બીજા તબક્કાની ટીમ” તરીકે ગણાણી તેનો પણ યોગ્ય જવાબ છે.

t-20 world cup / T-20 વર્લ્ડ કપની પહેલી 6 મેચ આ દેશમાં રમાશે
મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. ઓપનર અવિશ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાની જોડીએ સારી શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી થઇ હતી. ફર્નાન્ડો 32, જ્યારે ભાનુકા 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય ભાનુકા રાજપક્ષે ટીમનાં ખાતામાં 24 રન જોડ્યા હતા. શ્રીલંકાએ 89 નાં સ્કોર સુધીમાં તેની ટોપ – 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ યજમાનો માટે ટીમને સંભાળવુ મુશ્કેલ બન્યું હતું. જો કે, ચમિકા કરુનારત્ને (43) અને દુષ્યંત ચમીરા (13) એ 9 મી ઓવરમાં શાનદાર ભાગીદારી કરીને ટીમને પડકારજનક સ્કોર પર પહોંચાડી દીધો હતો. જો કે આ પડકારજનક સ્કોરને ટીમ ઈન્ડિયાને તોફાની બેટ્સમેનોએ આસાનીથી મેળવ્યો હતો. ખાસ કરીને જો મેેચમાં ડેબ્યૂ કરી રહેલા ઇશાન કિશનની વાત કરીએ તો તેણે આ મેચમાં અડધી સદી ફટકારી વન-ડે માં તેની પરમેનન્ટ જગ્યા બૂક કરાવી દીધી છે. પોતાની પહેલી જ મેચમાં ઇશાન કિશન પૂરો ફોર્મમાં રમી રહ્યો હતો. તેને જોઇને લાગ્યુ જ નહી કે તે પોતાની પ્રથમ વન-ડે મેચ રમી રહ્યો છે. તેના આ તોફોની અંદાજને જોઇ ક્રિકેટ ચાહકો પણ ઘણા ખુશ થયા છે.

ડેબ્યૂ મેચ / ઇશાન કિશનને મળી જન્મ દિવસની ભેટ, આ દિવસે ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી બન્યો
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ (52 રન આપીને 2 વિકેટ) અને કુલદીપ યાદવ (48 રન આપીને 2 વિકેટ) ની જોડીએ મળીને 4 વિકેટ ઝડપી હતી. દિપક ચહર (2 વિકેટ) ઉપરાંત હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. તેના જવાબમાં પૃથ્વી શો અને શિખર ધવને ઓપનિંગ જોડી તરીકે ભારતને જબરદસ્ત શરૂઆત આપી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 58 રનની ભાગીદારી થઇ હતી. આ પછી વન ડેમાં ડેબ્યૂ મેચ રમી રહેલા ઇશાન કિશને લીડ સંભાળી હતી. ઇશાન કિશને 42 બોલમાં 8 ચોક્કા અને 2 છક્કાની મદદથી 59 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન શિખર ધવન સાથે બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. ઇશાનનાં આઉટ થયા પછી શિખર ધવને મનીષ પાંડે (26) ની સાથે ત્રીજી વિકેટ માટે 72 રન ઉમેરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ધવને 95 બોલમાં 7 બાઉન્ડ્રીની મદદથી અણનમ 86 રન બનાવ્યા હતા. તેના સિવાય સૂર્યકુમાર યાદવે 31 રન જોડીને ટીમનાં ખાતામાં ઉમેરો કર્યો હતો. યજમાન શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે લક્ષ્મણ સંદાકને 1 વિકેટ લીધી હતી.
