MOU/ સાઉથ એશિયાની ઇકલી સંસ્થાના અધિકારીઓ મેયર ડૉ. પ્રદિપ ડવની શુભેચ્છા મુલાકાતે, ફન્ડેડ CapaCITIES પ્રોજેક્ટ માટે MoU સાઇન

CapaCITIES (Capacity Building for Low Carbon and Climate Resilient City Development) પ્રોજેક્ટની ટીમ દ્વારા રાજકોટ મેયરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.ICLEI SA

Gujarat Rajkot

CapaCITIES (Capacity Building for Low Carbon and Climate Resilient City Development) પ્રોજેક્ટની ટીમ દ્વારા રાજકોટ મેયરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.ICLEI SA (International Council for Local Environmental Initiatives, South Asia) અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે SDC દ્વારા ફન્ડેડ CapaCITIES પ્રોજેક્ટ માટે MoU સાઇન કરવામાં આવેલ છે,

જે અંતર્ગત રાજકોટ શહેરમાં ગ્રીન હાઉસ ગેસ (GHG)ના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેના વિવિધ પ્રોજેક્ટ માટે ટેકનિકલ તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેનટેશન માટેની સહાય મળી રહે છે.CapaCITIES પ્રોજેક્ટ અંતર્ગત જ રાજકોટ શહેર એક લાઇમેટ રેસીલિએન્ટ સિટી એકશન પ્લાન (CRCAP – climate resilient city action plan) બનાવેલ છે, જેમાં કલાઇમેટ મિટિગેશન (mitigation) અનેક લાઇમેટ અડેપટેશન (adaptation) માટેના વિવિધ પ્રોજેક્ટસની નોંધ બનાવેલ છે.

રાજકોટ શહેર પણ સતત ઇન્નોવેટિવ પ્રોજેક્ટસના ઈમ્પ્લીમેનટેશન થકી ગ્રીન હાઉસ ગેસ (GHG) ના ઉત્સર્જનમાં ઘટાડો કરી રહેલ છે, જે માટે શહેરને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળેલ છે.આ મુલાકાત દરમ્યાન આગામી સમયમાં રાજકોટ શહેરના ગ્રીન હાઉસ ગેસ (GHG)ના ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવા માટે કરી શકાતા વિવિધ પ્રોજેક્ટસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.