પોલીસનું નામ સાંભળતા જ ગુનેગારો ધ્રુજી ઉઠે છે. ત્યારે વડોદરા શહેર પોલીસનો એક નવો જ ચહેરો લોકોના સામે આવ્યો છે. જેમાં પોલીસ જીવનથી હારી ગયેલા લોકોને જીવન જીવવાના નવા રંગો આપે છે.

- પોલીસ કરશે સી ટીમ તરીકે કામ
- જિંદગી કરીને નવો પ્રોજેક્ટ ધર્યો હાથ
- આપઘાતનું પગલું ભરતા લોકો માટે કરશે કામ
ખાખી વર્દી પહેરીને હંમેશા ગુનેગાર વિરૂદ્ધ કામગીરી કરતા પોલીસ અધિકારીઓને આપણે જાણીએ છીએ. પરંતુ પોલીસનો એક અલગ ચહેરો પણ જોવા મળ્યો છે. કોરોના કાળ દરમિયાન લોકોમાં નિરાશાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે લોકો કોઈ ને કોઈ કારણોસર આપઘાત તરફ વળે છે. અને જેના કારણે આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. તો તેને ટાળવા ખૂબ જ જરૂરી છે. જેના માટે વડોદરા શહેર પોલીસની સી ટીમ દ્વારા 24X7 એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે. જેમાં કોઈપણ વ્યક્તિ ફોન કરી પોતાની સમસ્યા જણાવી સમાધાન મેળવી શકે છે. જે તે નિરાશ વ્યક્તિને સમજાવવા માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા MS યુનિવર્સિટી ના કાઉન્સિલરની મદદ લેવામાં આવે છે. અને આપધાત સુધી પહોંચેલા નાગરિકને પૂરતું માર્ગદર્શન આપવી અને તેમને યોગ્ય નિરાકરણ પણ મળે છે.

સી ટીમના મેમ્બર કે જેઓને પેટ્રોલિંગ સમયે કોલ મળે છે. ને તેમને કોલ કરેલ વ્યક્તિ સુધી પહોંચવું પડે છે. અને તેમના ઉગ્રતાનો ભોગ પણ બનવું પડે છે. પરંતુ પોલીસ વિભાગના સૂત્રની માફક તેમને નાગરિકની સેવા કરવા માટે શાંતિથી આપઘાત કરવા જતા વ્યક્તિની સુરક્ષાનું ધ્યાન રાખી યોગ્ય રીતે તે વ્યક્તિને નિરાશામાંથી બહાર કાઢવી પડે છે.

છેલ્લા 1 મહિનામાં જિંદગી હેલ્પલાઇન માટેના 142 કોલ મળતા હતા અને તેમાંથી 141 કોલનું નિરાકરણ સફળતા પૂર્વક સી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તો એક કોલ માટેની કામગીરી પણ શરૂ છે. મહત્વની વાત તો એ છે કે ખોટા લોકો પર કડક કાર્યવાહી કરતી પોલીસ આજે લોકોની જીંદગી બચાવવા માટેના પણ પ્રયાસો અનેક રીતે કરી રહી છે. જેનું ઉત્તમ પરિણામ વડોદરા શહેરની સી ટીમ દ્વારા થતી કામગીરી પૂર્ણ પાડી રહી છે.
