Not Set/ ચીનમાં ભારે વરસાદ પડતાં પુરમાં 51 લોકોનાં મોત,10 અબજ ડોલરનું નુકશાન

હેનન પ્રાંતમાં 24 કલાકમાં સરેરાશ 457.5 મીમી (આશરે 18 ઇંચ) વરસાદ પડ્યો હતો, 1 હજાર વર્ષોમાં અત્યાર સુધી સૈાથી ભારે વરસાદ પડ્યો છે. 

Top Stories

છેલ્લા કેટલાક દિવસોથી અતિ ભારે વરસાદને કારણે મધ્ય ચીનમાં, ખાસ કરીને હેનાન પ્રાંતની સ્થિતિ વધુ કથળી છે. શુક્રવારે રાજ્યના માધ્યમો દ્વારા જારી કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં નુકસાન લગભગ 10 અબજ ડોલર હોવાનો અંદાજ છે. આ વરસાદ છેલ્લા 1000 વર્ષથી અત્યાર સુધી  સૌથી ભારે વરસાદ પડ્યો હોવાનું કહેવાય  છે. આ વરસાદના લીધે પુરની સ્થિતિ સર્જાતા 51 લોકોના મોત થયાં છે

હેનાનમાં 30 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 3.76 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હેનાન પ્રાંતની રાજધાની ઝેંગઝોઉમાં પૂર અને ડૂબી જતા મૃત્યુની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. મોટી સંખ્યામાં રસ્તાઓ, પુલોને ભારે નુકશાન થયો છે. ઘણા મુસાફરો ભરાયેલા પાણીમાં અટવાઈ ગયા છે.હેનન પ્રાંતમાં 24 કલાકમાં સરેરાશ 457.5 મીમી (આશરે 18 ઇંચ) વરસાદ પડ્યો હતો, 1 હજાર વર્ષોથી અત્યાર સુધી સૈાથી ભારે વરસાદ પડ્યો છે.

પ્રાંતની રાજધાની ઝેંગઝોઉમાં 1.26 કરોડની વસ્તી સાથે જાહેર સ્થળો અને ‘સબવે ટનલ’ છલકાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું  કે વરસાદનો આવો કહેર ભાગ્યે જ જોવા મળે છે આ પરિસ્થિતિને જોતા શીએ ઝેંગઝોઉ શહેરમાં પૂરનો સંકટ વધી જતાં  પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ની તહેનાત કરવાનો આદેશ આપ્યો. અહીં એક ડેમને પણ નુકસાન થયું છે, જે ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના છે.

પીએલએ  જણાવ્યું હતું કે હેનન પ્રાંતના યીચુઆનમાં ડેમમાં 20 મીટર લાંબી તિરાડ જોવા મળી છે,અને તે કોઈપણ સમયે તૂટી શકે છએ.. ઝેંગઝોઉમાં સબવે લાઇનમાં પૂરના પાણી ભરાયા બાદ બાર  લોકોનાં મોત નીપજ્યાં છે. વરસાદનું પાણી શહેરની લાઇન 56 સબવે ટનલમાં પ્રવેશ્યું છે  જેમાં ઘણા મુસાફરો ટ્રેનમાં અટવાઇ ગયા છે.. અહીંથી પસાર થતી 160 થી વધુ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. અહીં ઘણા વાહનો રસ્તાઓ પર પૂરનાં પાણીમાં વહી જતા જોવા  મળ્યા છે.

80 થી વધુ બસ સેવાઓ સ્થગિત કરવી પડી હતી, 100 થી વધુ રૂટ ડાયવર્ટ થયા હતા અને ‘સબવે’ સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. ઝેંગઝુ એરપોર્ટ પર અને આવતી 260 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તોફાનગ્રસ્ત શહેરમાં વીજળી અને પીવાના પાણીની સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી.