ધોળાવીરાને પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો આપવામાં આવતા સમગ્ર કરછ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આજે સત્તાવાર રીતે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, ગયા વર્ષે જ ધોળાવીરાને .યુનેસ્કોએ હેરીટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝિયર મોકલ્યું હતું. ધોળવીરા સાઇટનું યુનેસ્કોરની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ભૂજથી અંદાજિત 200 કિલોમીટરના અંતરે ખડીરબેટ પર ધોળાવીર આ ગામ વસેલું છે. અહીં અંદાજિત પાંચ હજાર વર્ષ પહેલા આ આધુનિક શહેર તરીકે ધમધમતું હતું. આ શહેર પાંચ હજાર વર્ષનો પ્રાચીન ઇતિહાસ ધરબીને બેઠું છે.
આ પણ વાંચો :સુરતમાં ભાડાના મકાનમાં દારૂ બનાવતો દલાલ ઝડપાયો,રૂ.36 હજારનો મુદ્દામાલ કબ્જે
ગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું. આ પુરાતત્ત્વીય સ્થળની શોધ પ્રથમ વખત 1967 માં થઈ હતી. 1990 બાદ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

આઇઆઇટી ગાંધીનગર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેમાં જોવા મળ્યું કે, એ સમયે અહીં પાણીની ડ્રેનેજ સહિતની સિસ્ટમનું અનોખું આયોજન હતી. તેમની ગટર વ્યવસ્થા આજના સમયમાં પણ આદર્શ નમૂનો મનાય છે. ઉલ્લેનિય છે કે, કચ્છના રણમાં પાણીની અછત હોય જો કે તેને પહોંચી વળવા માટે અહીં ઇજનેર દ્રારા અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું. સિંધુખીણની સંસ્કૃતિના લોકોએ કચ્છના રણમાં એ સમયે આ સ્માર્ટ સિટી વસાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ધોળાવીરા વેપાર માટે પણ મહત્વનું કેન્દ્ર હતું. એવું કહી શકાય કે તે આંતરરાષ્ટ્રીય બંદરની ગરજ સારતું હતું.

આ પણ વાંચો :રાણપુર ગામે નાયબ કલેકટરએ ખોટા કાગળોના આધારે જમીન ફાળવી,જમીન રદ કરવા કલેકટરને રજુઆત
આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. આ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. 1990માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
આ પણ વાંચો : ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ પાછળ ખાણ-ખનીજના દરોડાથી ચકચાર, અધિકારીઓ પહોંચે તે પહેલાં માફીયાઓ
