@ અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યુઝ , ભાવનગર.
સુવિધા બની દુવિધા, ઓવરબ્રિજ બને તે પહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાઈ અને રોડ પર ચાલવાનું બંધ કરી દેવું પડે તેવી પરિસ્થિતિ
108 અને ફાયર જેવા ઇમર્જન્સી વાહનો પણ કલાકો સુધી અટવાય જાય છે.
ભાવનગરમાં સુવિધા મળે તે પહેલા દુવિધાએ લોકોને કર્યા પરેશાન….. શહેરના પ્રવેશદ્વાર સમા ગણાતા ગઢેચી વડલા થી દેસાઈનગર સુધીના રોડ પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી નો પ્રારંભ કરાયો છે. પણ ઓવરબ્રિજ બને તે પહેલા જ ટ્રાફિક સમસ્યા વિકટ બની. એક સાઈડમાં રોડ સાકડો હોવાને લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી વાહન ચાલકો અટવાય જાય છે. રેલવે તંત્ર અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે દિવસ દરમિયાન આ રોડ પર થી પસાર થતા 70 હજાર વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભાવનગર શહેરમાં પ્રથમ ઓવરબ્રિજની કામગીરી શરુ કરતાની સાથે જ લોકોને સુવિધા મળતા પહેલા દુવિધાનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના ગઢેચી વડલા થી દેસાઈનગર સુધી ઓવરબ્રિજ બનાવતા પહેલા આયોજનના અભાવે રોડની બન્ને સાઈડ મસમોટો ટ્રાફિક જામ સર્જાય છે. આ રોડ શહેરના પ્રવેશ માટે મુખ્ય રસ્તો હોવાને લીધે નાના મોટા 70 હજાર થી વધુ વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે. જે વાહનોની સાથે ગઢેચી રોડ પર આવેલા બોરતળાવ અને કુમદવાડી વિસ્તાર માં ડાયમંડ પોલિશિંગના કારખાના આવ્યા હોવા ને લીધે સવારે – બપોરે અને સાંજના સમયે તો વાહનોની બે કિલોમીટર જેવી લાઈનો લાગી જાય છે. ભાવનગરમાં પ્રથમ ઓવર બ્રિજ માટે મંજૂરી આપવા સાથે બે મહિના પહેલા ઓવર બ્રિજ ની કામગીરી નો પ્રારંભ કરાયો છે. જેને લીધે વચ્ચે કામ શરૂ હોવાને કારણે રોડ ની બન્ને બાજુ થી અવાક જાવક માટે રસ્તો કરવામાં આવ્યો છે. પરંતુ રોડ ની બન્ને સાઈડ માં રેલવે ની જગ્યા હોવા થી રેલવે તંત્ર દ્વારા દીવાલ હતાવવાની મંજૂરી નહી આપતા રસ્તો સાકડો હોવાને લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. અને 108 કે ફાયર જેવા ઇમર્જન્સી વાહનોને પણ કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવું પડે છે.

જે મુદ્દે વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા દ્વારા મહાનગરપાલિકામાં ભાજપનું શાશન હોવાને લઇ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ઓવર બ્રિજ બને તે સારી બાબત છે. શહેરનો વિકાસ થાય તે માટે વિરોધ પક્ષ નો પણ સંપૂર્ણ સહકાર છે. પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આયોજનનો અભાવ હોય તેમ કામ શરૂ કરી દેવાયું ને ત્રણ માસ જેવો સમય વીતવા છતાં એક સાઈડનો રોડ રેલવે પાસે થી લઇ અને પહોળો કરાયો જયારે બીજી બાજુ રોડ યથાવત સાકડો રાખ્યો છે. જ્યાં 108 જેવા ઇમર્જન્સી વાહન ચાલકો હેરાન થાય છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં રેલવે પાસે જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી રસ્તો માંગવામાં આવે અને લોકોની મુશ્કેલી દૂર થાય તેવું કરે તેવું માંગ કરી હતી.
જયારે લોકોને મુશ્કેલી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તો લોકોની મુશ્કેલીને ભાજપના સાશનમાં હોવાની સિદ્ધિ ગણાવી અને જણાવ્યું કે ભાજપની વર્તમાન સરકાર દ્વારા વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે. અને થોડો વિકાસ કરવા લોકોને મુશ્કેલી પડે તો ચાલશે. એક સાઈડમાં ધારાસભ્યના પ્રયાસ થી રોડ ખુલ્લો કરી દેવાયો છે. જયારે બીજી સાઈડમાં પણ મંજૂરી બાદ કામગીરી ઝડપ થી કરી અને રોડ ખુલ્લા કરી દેવામાં આવશે. આગામી સમયમાં લોકોને સુવિધા થવાની છે. તો થોડી દુવિધા થશે.
ભાવનગરમાં પ્રથમ ઓવર બ્રિજ બની રહ્યો છે તે એક સારી બાબત છે. આ ઓવર બ્રિજ ભાવનગરના વિકાસમાં એક નવું સિદ્ધિ જોડશે પણ ત્યાં એક વર્ષ કે બે વર્ષ જેટલો સમય કામ ચાલે તે સમય દરમિયાન વાહન ચાલકો અને 108 જેવી ઇમર્જન્સી સેવાઓ પડતી મુશ્કેલી દૂર કરવામાં મહાનગરપાલિકા તંત્ર સફળ થશે કે બ્રિજ બને ત્યાં સુધી લોકોને પરેશાની ભોગવી પડશે તે જોવું રહ્યું…….
