#TokyoOlympic2021/ ભારત માટે મંગળ બન્યો અમંગળ, હવે રેસલિંગમાં પણ મળી ભારતને હાર

ભારતનો આજનો દિવસ ખૂબ ખરાબ સાબિત થઇ રહ્યો છે. ભારતની મહિલા કુસ્તીબાજ સોનમ 62 કિલોગ્રામ મહિલા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં પોતાની પ્રથમ મેચ હારી ગઇ છે.

Top Stories Sports
મંગળ

ભારત માટે આજનો દિવસ ઘણો ખરાબ સાબિત થઇ રહ્યો છે. ભારતને જવેલિન થ્રો (ભાલા ફેક) માં હાર મળ્યા બાદ પુરુષ હોકી ટીમને પણ સેમિફાઈનલમાં કારમી હાર મળી છે. જે બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ભારતની મહિલા કુસ્તીબાજ સોનમ 62 કિલોગ્રામ મહિલા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં પોતાની પ્રથમ મેચ હારી ગઇ છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

આપને જણાવી દઇએ કે, માકુહારી મેસે હોલ-એ ની મેટ બી પર રાઉન્ડ ઓફ 8 ની મેચમાં, સોનમનો સામનો મંગોલિયાની બોલોર્ટુયા ખુલેરખરાઉન્ડ સાથે થયો હતો, જેને બોલોર્ટુયાએ જીતી લીધુ છે. અંત સુધી સ્કોર 2-2 પર હતો પરંતુ બોલોર્ટુયાને બીજા સમયગાળામાં બે પોઈન્ટનાં આધારે વિજેતા જાહેર કરવામાં આવી હતી. મંગળ બન્યો અમંગળ પ્રથમ સમયગાળાનાં અંત સુધી સોનમે 1-0ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ સોનમે એક પોઇન્ટ બનાવ્યો અને 2-0ની લીડ મેળવી લીધી.

આ પણ વાંચો – Tokyo Olympics / બાલાજીના ભક્ત બજરંગ પૂનિયા… મેચ પહેલા પિતાએ સાલાસર બાલાજી ધામમાં ટેકવ્યું માથું

બોલોર્ટુયાએ જોકે, મંગળ બન્યો અમંગળ બીજા રાઇન્ડમાં એક સાથે બે પોઇન્ટ મેળવી જીત પોતાના નામે કરી લીધી હતી. જણાવી દઇએ કે, ટોક્યો ઓલિમ્પિકનો આજે 12 મો દિવસ છે. જો કે આજનો દિવસ ભારત માટે અત્યાર સુધી નિરાશાજનક સાબિત થઇ રહ્યો છે. હોકીમાં ભારતની પુરુષ ટીમ સેમિફાઇનલ મેચ હારી ગઈ છે. તેઓ બેલ્જિયમનાં હાથે 2-5 થી હારી ગયા છે. ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. વળી બીજી તરફ સોનમ મલિક કુસ્તીમાં હારી ગઈ છે. તેણીએ ફ્રી સ્ટાઇલ (62 કિલો વર્ગ) મેચ હારી છે.

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય પુરુષ હોકી ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતને બેલ્જિયમે 5-2 થી હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમને બેલ્જિયમ વિરુદ્ધ મળેલી હારને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ટીમને હોંસલો આપ્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, જીત અને હાર જીવનનો એક ભાગ છે. #Tokyo2020 પર અમારી પુરુષ હોકી ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. ટીમને આગામી મેચ માટે અને તેમના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ. ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે.