Not Set/ શ્રીલંકા બાદ હવે ભારત અને બાંગ્લાદેશમાં હુમલો કરી શકે છે આઈએસ..

ત્રાસવાદી ગ્રુપ ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં બૉમ્બ ધડાકાઓ કરાવ્યા પછી હવે તેમનું લક્ષ્ય ભારત છે.આઇએસ સાથે સંલગ્ન એક ત્રાસવાદી ગ્રુપે ભારત અને બાંગ્લાદેશમાં હુમલાઓ કરાવવાની ચીમકી આપી છે.ઈસ્લામિક સ્ટેટે એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં ધમકી આપવામાં આવી છે કે “જો તમે એવું માનતા હોવ કે બંગાળ અને હિંદમાં તમે ખિલાફાના સૈનિકોને ચૂપ કરાવી શકો છો […]

Top Stories India

ત્રાસવાદી ગ્રુપ ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં બૉમ્બ ધડાકાઓ કરાવ્યા પછી હવે તેમનું લક્ષ્ય ભારત છે.આઇએસ સાથે સંલગ્ન એક ત્રાસવાદી ગ્રુપે ભારત અને બાંગ્લાદેશમાં હુમલાઓ કરાવવાની ચીમકી આપી છે.ઈસ્લામિક સ્ટેટે એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં ધમકી આપવામાં આવી છે કે

“જો તમે એવું માનતા હોવ કે બંગાળ અને હિંદમાં તમે ખિલાફાના સૈનિકોને ચૂપ કરાવી શકો છો તો તમે સાંભળી લો કે અમે ચૂપ નહિ બેસીએ…”

આ પોસ્ટર ઇંગ્લિશ, હિન્દી અને બંગાળીમાં રિલીઝ કરવામાં આવ્યું છે.આઈએસએ તેના મુખપત્ર અમાકમાં તેમના ચીફ બગદાદીની સ્પીચને બંગાળી ભાષામાં પણ છાપી છે.આઇએસએ બંગાળીમાં એવું પણ છપાવ્યું છે કે તૈયાર રહો…અમે લોકો આવીએ છીએ…

આઈએસએ કોઈ અબુ મોહમદ અલ બેંગાલીને બંગાળનો કમાન્ડર ઇન ચીફ બનાવવાની પણ ઘોષણા કરી છે.ભારતની ગુપ્તચર એજન્સીઓ બાંગ્લાદેશમાં થઇ રહેલી આ આંતકી હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

સોમવારે ઢાકામાં ગુલીસ્તાન થિયેટર પાસે એક નાનો બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.આ બ્લાસ્ટમાં કોઇ ઇજાગ્રસ્ત નહોતું થયું પણ એવું માનવામાં આવે છે કે તે ચેતવણીના એક ભાગ રૂપે હતો.