Not Set/ ચાંદખેડામાં 11 માસની બાળકીને વેચવા નીકળે તે પહેલાં મહિલાની ધરપકડ

ચાંદખેડામાં આ ઘટનામાં પોલીસે બાળકીની તસ્કરી થાય તેના એક દિવસ પહેલા જ આયાને ઝડપી માનવ તસ્કરીના કારોબરનો પર્દાફાશ કર્યો છે…

Ahmedabad Gujarat
ચાંદખેડામાં

જો તમે ઓનલાઈન ઘરઘાટી કે કેર ટેકર વ્યક્તિની શોધ કરી રહ્યા હોય તો ચેતી જજો, આવા એક કેસમાં ઓનલાઈન મળેલી વેબસાઈટના માધ્યમથી 11 માસની બાળકીની કાળજી રાખવા માટે કામે રાખેલી આયાએ જ બાળકીને વેચવાનો પ્રયાસ કર્યો છે. ચાંદખેડામાં આ ઘટનામાં પોલીસે બાળકીની તસ્કરી થાય તેના એક દિવસ પહેલા જ આયાને ઝડપી માનવ તસ્કરીના કારોબરનો પર્દાફાશ કર્યો છે.બિંદુ શર્મા નામની મહિલા ચાંદખેડામાં એક દંપતીની દીકરીની આયા તરીકે કામ કરતી હતી.

આ પણ વાંચો : હવે ડેન્ગ્યુનો કહેર, 19 વર્ષીય જુડો ચેમ્પિયન યુવતીનું થયું મોત

મૂળ પશ્ચિમ બંગાળની આ મહિલાએ ચાંદખેડામાં રહેતા દંપતીની 11 માસની બાળકીને પોતાની બાળકી બતાવી પુણેના દંપનીને વેચવાનું નક્કી કરી મહારાષ્ટ્રના પ્રશાંત કામલે નામના યુવકની મદદથી ત્યાંના દંપતીને બાળકીના ફોટો સહિતની તમામ વિગતો મોકલી હતી.આ ગુનામાં બિંદુ શર્માનો પતિ અમિત શર્મા પણ સામે હતો.તેને પણ પોતાને આ બાળકીનો પિતા બતાવી આર્થિક સ્થિતિ સારી ન હોવાની કહીને પુણેમાં ધનાઢય પરિવારના દંપતીને આ બાળકી દત્તક લેવા કીધું હતું.અને બાળકીને લઈને બિંદુ શર્મા આજે પશ્ચિમ બંગાળ જવાની હતી તે પહેલાં જ ચાંદખેડા પોલીસે તેની ધરપકડ કરી છે.

આ ગુનામાં મુખ્યત્વે મુંબઈની ઓનલાઈન આયા સર્વિસ આપતી કંપની હોમ કેર તેમજ પ્રશાંત કામલે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.કારણ કે 3 મહિના પહેલા જ્યારે ચાંદખેડાના દંપતીએ ઓનલાઈન આયા સર્ચ કરતા આ કંપનીએ માત્ર બિંદુ શર્માની જ પ્રોફાઈલ આપી હતી.ત્યારે બિંદુ અને અમિતે મહારાષ્ટ્રના પ્રશાંતની મદદથી આ બાળકીને વેચવાનું કાવતરું રચ્યું હતું.જોકે બાળકીને દત્તક લેનાર પુણેના માતા-પિતાને આ મહિલા પર શંકા જતા તેઓએ પૂણેની પોલીસના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને પુણેની પોલીસે ચાંદખેડા પોલીસનો સંપર્ક કરતા માનવ તસ્કરીના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો :સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ

મહત્વનું છે કે પોલીસે બિંદુની ધરપકડ કરી તેની તપાસ કરતા તેની પાસેથી ગુરુવારના સવારની પુણેની ટ્રેનની ટીકીટ પણ મળી આવી હતીજેથી આરોપી મહિલા ગુરુવારે જ આ બાળકીને પુણે લઈ વેચી દેવાની ફિરાકમાં હોવાની ખુલ્યું છે..ત્યારે આ ગુનામાં સામે બિન્દુના પતિ અમિત શર્માની પણ ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ ગુનામાં માસ્ટર માઈન્ડ મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે ત્યારે મહિલા આરોપી બિંદુ શર્મા અગાઉ કોના -કોના ઘરે આયા તરીકે કામ કરી ચુકી છે અને કેટલા બાળકોને પોતાની બાળક બતાવીને વેચી ચુકી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે..પ્રશાંત કાંબલેની ધરપકડ બાદ માનવ તસ્કરીનો નેટર્વક ઝડપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે..ત્યારે પોલીસે તમામ માતા પિતા જે પોતાના બાળકો માટે આયા રાખે છે તેઓને પણ અપીલ કરી છે કે ઘરઘાટી હોય કે આયા તેનું પોલીસ વેરિફિકેશન કરાવે નહીંતર આવી ઘટના તેઓ સાથે પણ બની શકે છે..જોકે આ ઘટનામાં પુણેના જાગૃત દંપતીના સજાગતાને કારણે આ બાળકી વેચાતા બચી ગઈ છે પરંતુ અન્ય કોઈ બાળકી સાથે આવું ન થાય તે માટે માતા પિતાની સજાગતા ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો :  સૌ પ્રથમવાર લંડન ખાતે મોકલાયો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો

આ પણ વાંચો :મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રધાનમંત્રીને લખ્યા પત્રો