Income/ 1 મિનિટના પ્રોમો શૂટ માટે રેખાને સ્ટાર પ્લસે ચૂકવ્યા આટલા કરોડ

રેખાને ટીવી પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો પહેલા આપને જણાવી દઈએ કે સ્ટાર પ્લસે રેખાને આ પ્રોમો શૂટ કરવા માટે મોટી રકમ આપી છે. 

Entertainment
રેખાને

પ્રખ્યાત અભિનેત્રી રેખા ભલે આ દિવસોમાં મોટા પડદા પર ન જોવા મળે પરંતુ જ્યારે પણ તે મીડિયામાં દસ્તક આપે છે ત્યારે તે પોતાના ટાઈમલેસ ચાર્મથી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. સ્ટાર પ્લસનો નવો શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ રજૂ કરવા માટે સદાબહાર આયકન સ્ક્રીન પર આવ્યો ત્યારથી, ચાહકો રેખાને ફરીથી જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્ટાર પ્લસ પર શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં દેખાતી રેખાના સમાચારે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં હંગામો મચાવી દીધો છે.

આ પણ વાંચો :જાણીતી એક્ટ્રેસ પોરી મોનીની ધરપકડ, તેના ઘરમાંથી મળી આવ્યો ડ્રગ્સ અને દારૂ

દરેક ફેન્સ રેખાને ટીવી પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો પહેલા આપને જણાવી દઈએ કે સ્ટાર પ્લસે રેખાને આ પ્રોમો શૂટ કરવા માટે મોટી રકમ આપી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલિવૂડ સુપરસ્ટારને પ્રોમોમાં 1 મિનિટના નાના દેખાવ માટે લગભગ 5-7 કરોડની મોટી રકમ મળી છે જે ચોક્કસપણે મોટી રકમ છે!

આ શોમાં રેખા પ્રેમી પંખીડા વિરાટ અને સઇને પ્રેમના ક્લાસ શીખવતી જોવા મળે છે. રેખા આ પહેલા પણ ઘણી સિરીયલોના શરૂઆતના પ્રોમોમાં જોવા મળી છે.

આ પણ વાંચો :ઉલ્લુ ડિજિટલના CEO સામે નોંધાયો કેસ, મહિલાએ યૌન શોષણનો લગાવ્યો આરોપ

પ્રોમોમાં રેખા કહેતી જોવા મળે છે કે, યે ઇશ્ક ભી કૈસૈ કૈસે ઇમ્તહાનોસે ગુજરતા હૈ. કલ તક જો સિર્ફ એક ફર્ઝ થા, વો આજ મોહબત બન ચુકા હૈ, લેકિન પ્યાર ઓર એતબાર સાથ-સાથ કહાં ચલતે હૈ. એસે મેં અતીત અગર આંધી બનકર લૌટ આયે તો…?

રેખા વધુમાં કહે છે કે, મુરઝાએ હુએ લમ્હો કી યાંદે તાજા હો જાતી હૈ, ન ચાહતે હુણે ભી કલ કા પ્યાર આજ કા ફર્ઝ બન ગયા હૈ. વહી સમ્રાટ, પત્રલેખા તો તલાક કી બાત કહતે હુએ નજર આ રહે  હૈ.

આ પણ વાંચો :કન્ટેસ્ટન્ટસનું પર્ફોમન્સ જોઇ ભાવુક થયા દલેર મહેંદી, આ રીતે સંભળ્યા મીકા સિંહે

ગયા વર્ષે જ્યારે સિરિયલ લૉન્ચ કરવામાં આવી ત્યારે પણ રેખાએ પ્રોમો શૂટ કર્યો હતો. તે સમયે રેખાએ 10 કલાક શૂટિંગ કર્યું હતું. ત્યારે રેખાએ 2 કરોડ રૂપિયા લીધા હતા. જોકે, સિરિયલના બીજા પ્રોમોમાં રેખાએ પોતાની ફી બેગણી વધારી દીધી છે.

આ સિરિયલમાં પત્રલેખા (ઐશ્વર્યા શર્મા), સઇ (આયેશા સિંહ) તથા વિરાટ (નીલ ભટ્ટ) વચ્ચેના પ્રણય ત્રિકોણ પર આધારિત છે. સિરિયલમાં સઈ તથા વિરાટે લગ્ન કર્યા હોય છે, જ્યારે પત્રલેખા તથા વિરાટ એક સમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પરંતુ સંજોગોને કારણે તેઓ લગ્ન કરી શક્યા નહીં. હવે આ ત્રણેયના જીવનમાં શું તોફાન આવવાનું છે, તે આગામી એપિસોડમાં જોવા મળશે.