Not Set/ પુત્રએ પિતાની હત્યા કરી લાશને નદીના પટમાં દાટી દીધી,ભેદ ઉકેલાયો

જેમાં મૃતકના પેનલ પી.એમ બાદ સોમપુરી ગૌસ્વામીને ગળાના ભાગે બ્લડ વડે ઇજા કરી બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે શંકાસ્પદ લોકોની પૂછ પરછ કરી હતી.

Gujarat Trending

ચેહરસિંહ વાઘેલા@ કાંકરેજ બનાસકાંઠા

બનાસકાંઠા થરા પોલીસને 11 ઓગસ્ટના રોજ ખારીયા ગામના સોમપુરી ગૌસ્વામીની લાશ હત્યા કરેલ હાલતમાં નદીના પટ માંથી મળી હતી જે અંગે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનું રહસ્ય બહાર લાવવા માટે બનાસકાંઠા એલસીબી ટિમ અને એફ એસ એલની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના પેનલ પી.એમ બાદ સોમપુરી ગૌસ્વામીને ગળાના ભાગે બ્લડ વડે ઇજા કરી બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે શંકાસ્પદ લોકોની પૂછ પરછ કરી હતી.

જો કે હત્યા બાદ એકાએક પોલીસે સ્થળ પરથી મૃતકના પુત્રનું બાઇક પણ મળી આવતા પોલીસે તેમના પુત્રની વિશે તપાસ કરતા પુત્ર પણ ગુમ હોવાનું બહાર આવતા પોલીસે તેના પુત્ર પર શંકા ગઈ હતી. જેમાં મૃતકના પરિવારજનોને આ અંગે પૂછતાછ કરતા મૃતકના પુત્ર એ પિતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળેલ કે મૃતક સોમપુરી ગૌસ્વામી તેમના પરિવારજનોમાં મહિલાઓને શોષણ કરતા હોઈ અને સારું રાખતા ના હોઈ તેનું મન દુઃખ રાખી મૃતકના પુત્ર મહેશે બ્લડ થી ઇજા પોહચાડી હત્યા કરી કોઈને જાણ ના થાય, તે માટે મૃતકની લાશને નદીના પટમાં દાટી દીધી હતી. જો કે હાલ તો પોલીસે સમગ્ર ગુન્હા પરથી ભેદ ઉકેલી દીધો છે. પરંતુ હજુ મુખ્ય આરોપી પોલીસ પકડ થી દુર છે જો કે હવે જોવાનું એ રહે છે કે આખરે હત્યારો પુત્ર પોલીસ ની પકડ માં ક્યારે આવે છે અને શું આ હત્યા તેના પુત્ર એકલા એ કરી છે કે પછે અન્ય લોકો પણ સામેલ છે.