આતંક/ તાલીબાને અફઘાનિસ્તાનનું બીજુ સૌથી મોટુ શહેર કંધાર કર્યુ કબ્જે

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર કંધાર કબ્જે કર્યું છે.

Top Stories World

તાલિબાનને અફઘાનિસ્તાનમાંથી નાટો અને અમેરિકી સૈનિકોની વાપસી વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર કંધાર કબ્જે કર્યું છે. એએફપી ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર તાલિબાને શુક્રવારે દાવો કર્યો હતો કે, તેઓએ અન્ય પ્રાંતીય રાજધાની કંધાર કબજે કર્યુ છે. હવે તેની પાસેથી માત્ર રાજધાની કાબુલ બાકી છે. કંધાર કાબુલ પછી અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ફરી એકવાર વધવા લાગ્યો છે. હવે તાલિબાનોએ દાવો કર્યો છે કે, તેઓએ અફઘાનિસ્તાનનાં બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો છે. જો આમ હોય તો, માત્ર રાજધાની કાબુલ અને કેટલાક અન્ય નાના વિસ્તારો અફઘાન સરકારનાં હાથમાં રહી જશે. એક સ્થાનિક રહેવાસીનાં દાવાને આધારે, સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે તાલિબાનનાં પ્રવક્તાએ સત્તાવાર એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું – ‘કંધાર સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યું છે. મુજાહિદ્દીન શહેરનાં શહીદ સ્ક્વેર પર પહોંચી ગયા છે તાલિબાને એક સપ્તાહમાં અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 પર નિયંત્રણ મેળવી લીધું છે.

તાલિબાન આતંકવાદીઓ પહેલાથી જ કાબુલથી 150 કિલોમીટર દૂર ગઝની અને ઈરાન સરહદ નજીક હેરત પર કબ્જો કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ હવે ગમે ત્યારે કાબુલ પર હુમલો કરી શકે છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની પર કબ્જો કર્યા બાદ જ અશરફ ગની સરકારનું પતન થશે. અમેરિકી સૈન્યએ આશંકા વ્યક્ત કરી છે કે તાલિબાન આતંકવાદીઓ 30 થી 90 દિવસમાં કાબુલ પર કબ્જો કરી શકે છે. અફઘાનિસ્તાનમાં વધતા તાલિબાન શાસનથી અમેરિકા પણ ચોંકી ગયું છે.

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

કતારની રાજધાની દોહામાં ચર્ચા દરમ્યાન અમેરિકી અધિકારીઓએ તાલિબાનને લડાઈ દરમ્યાન પોતાનું દૂતાવાસ છોડવાનું કહ્યું. તેમણે કહ્યું કે, અમે તાલિબાનને કાબુલ પર હુમલા દરમ્યાન અમારા દૂતાવાસની સુરક્ષાની ખાતરી આપવા માટે કહી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે ખાતરી માંગીએ છીએ કે તેઓ કાબુલમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો નહીં કરે.