અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કરી લેતા પરિસ્થિતિ ગંમભીર થઇ ગઇ છે આ કટ્ટરપંથીઓએ જે રીતે ક્રુરતા કરી રહ્યા છે તે જોતા અફઘાનિસ્તાનની હાલત ખુબ નાજુક છે. અફઘાનિસ્તાનમાંથી પરત આવેલા ભારતીયો અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યો છે અને કહ્યું કે અપઘાનિસ્તામમાં થોડા દિવસોથી હાલત ખુબ ખરાબ છે ,ભારત સરકાર અફઘાનિસ્તાનની પરિસ્થિતચિ પર બારિક નજર રાખી રહી છે ભારતના નાગરિકો માટે સતત સુરક્ષા એડવાઇઝરી જારી કરી રહ્યા છે. જેમાં પરત ફરવાની અપીલ પણ સામેલ છે.કેટલાક ભારતીયો છે જે તેમના સંપર્કમાં છે.
અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સંપર્કમાં છીએ. જેઓ ભારત આવવા માંગે છે તેમને અમે મદદ કરીશું. એવા અફઘાનો પણ છે જેઓ અમારા સામાન્ય હેતુમાં ભાગીદાર રહ્યા છે. અમે તેમને ટેકો આપીશું. કાબુલમાં વાણિજ્યિક કામગીરી આજે સ્થગિત કરવામાં આવી હતી, જેનાથી અમારા વળતરના કામ પર અસર પડી હતી. અમે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ. અફઘાનિસ્તાનની સ્થિતિની ઉચ્ચસ્તરે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો અને હિતોની સુરક્ષા માટે સરકાર દરેક પગલું ભરશે.
વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષા લેખીએ સોમવારે પડોશી અફઘાનિસ્તાનના પરિસ્થિતિ પર કહ્યું કે ભારત સમગ્ર વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનોની સત્તા થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ રાજધાની કાબુલને રવિવારે તાલિબાનોએ કબ્જે કરી લીધું છે.
