News/ દિલ્હીમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ કેસમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના માટે રજૂઆત

મનીષ સિસોદિયાએ કહ્યું કે આની મદદથી ઓક્સિજનની અછતને કારણે કેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે તે શોધી શકાશે

India

રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુનો મામલો વધુ ચર્ચાઇ રહ્યો છે.  દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને એક ફાઈલ મોકલી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ પામેલા અને સારવાર ના મળી શકી હોય તેવા દર્દીના મૃત્યુ થયાની માહિતી કેન્દ્ર સરકારે દિલ્લી સરકાર પાસે માગી છે. જેના કારણે આ સમગ્ર મામલાએ જોર પક્ડ્યુ છે.  બીજી બાજુ દિલ્હી સરકારે પણ આવા કારણોસર કોઇ દર્દીનું મરણ થયુ હોય તેવી વાતને નકારી કાઢી છે. આ બાબત માટે થઇને દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવા માટે મંજૂરી માગી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે આની મદદથી ઓક્સિજનની અછતને કારણે કેટલા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે તે શોધી શકાશે. જ્યારે ડેપ્યુટી સીએમએ કહ્યું કે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને એલજીને સમિતિની રચના અટકાવવાની સૂચના આપવાની વિનંતી કરી છે.

દિલ્હી સરકારે પોતાની રીતે જવાબ આપવાનું નક્કી કર્યુ

કોરોનાની બીજી લહેરમાં કેન્દ્ર સરકારે ઓક્સિજન અથવા સારવારના અભાવે મૃત્યુ પામેલા લોકોની માહિતી માગી છે. પરંતુ દિલ્હી સરકારે તેનો જવાબ જુદી રીતે આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યારે ઉપરાજ્યપાલે તેને રદ કરી હતી.  તેથી, પત્રના જવાબમાં, એલજી અનિલ બૈજલના સૂચના પત્રની ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં, આરોગ્ય વિભાગ સાથે એપ્રિલ અને જૂન વચ્ચે ઓક્સિજનના અભાવ, પથારીના અભાવ અથવા બહારની હોસ્પિટલોને કારણે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? ત્ના વિશે કોઈ માહિતી નથી.

ઓક્સિજનના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી

બીજી બાજુ, દિલ્હીની સરકારી હોસ્પિટલોએ એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની AIIMS, RML અને સફદરજંગ હોસ્પિટલ સહિત ઓક્સિજનના અભાવે એક પણ દર્દીનું મોત થયું નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકારી લોકનાયક હોસ્પિટલ, DDU, બાબા ભીમરાવ આંબેડકર અને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે આવો કોઇ રેકોર્ડ હોવાનો ઇનકાર કર્યો છે.