બોમ્બ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં શિયા સમુદાયની રેલીમાં બોમ્બ વિસ્ફોટ થતાં 3 નાં મોત 50 ઘાયલ

આ વિસ્ફોટ પૂર્વ પંજાબ પ્રાંતના બહાવલનગરમાં થયો હતો. પોલીસ અધિકારી મોહમ્મદ અસદ અને શિયા નેતા ખાવર શફકતએ બોમ્બ ધડાકાની પુષ્ટિ કરી છે

Top Stories

પાકિસ્તાનમાં ફરી એક વખત શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા સમુદાયના ધાર્મિક જુલુસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ તરફ દોડતા જોઈ શકાય છે. ઘાયલ હાલતમાં લોકોને રસ્તા પર મદદ માટે બોલાવતા જોઈ શકાય છે. સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ભૂતકાળમાં લઘુમતી શિયા સમુદાય પર હુમલાઓ થતાં રહ્યા છે.

આ વિસ્ફોટ પૂર્વ પંજાબ પ્રાંતના બહાવલનગરમાં થયો હતો. પોલીસ અધિકારી મોહમ્મદ અસદ અને શિયા નેતા ખાવર શફકતએ બોમ્બ ધડાકાની પુષ્ટિ કરી હતી. સાક્ષીઓનું કહેવું છે કે શહેરમાં ભારે તણાવ છે. શિયા સમુદાયના લોકો આ હુમલા સામે વધુ કાર્યવાહીની માંગ કરી વિરોધ કરી રહ્યા છે.શફકતએ કહ્યું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સરઘસ ખૂબ જ સાંકડી મુહાજીર કોલોનીમાંથી પસાર થઈ રહ્યું હતું. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે સરકારે આવા જુલુસો માટે સુરક્ષા વધારવી જોઈએ, જે દેશના અન્ય ભાગોમાં પણ કાઢવામાં આવે છે.

મોહરમ પર્વના એક દિવસ પહેલા સત્તાવાળાઓએ દેશભરમાં મોબાઇલ ફોન સેવા સ્થગિત કરી દેવામાં આવી  છે. મોહરમ પ્રસંગે શિયા મુસ્લિમો પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. કરબલામાં તેમની શહાદત યાદ કરીને શોક મનાવે છે   સમગ્ર વિશ્વમાં શિયા સમુદાયના લોકો પોતાની જાતને ત્રાસ આપીને પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે.