ભષ્ટ્રાચાર/ લોકપાલને છેલ્લા 4 મહિનામાં ભષ્ટ્રાચારની કેટલી ફરિયાદ મળી જાણો…

લોકપાલ સામાન્ય લોકો માટે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ અને અન્ય વગદાર લોકોના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે

Top Stories

આ વર્ષે એપ્રિલ અને જુલાઈ વચ્ચે લોકપાલ ને કેન્દ્ર સરકારના વરિષ્ઠ કર્મચારીઓ સામે કુલ 30 ફરિયાદો મળી છે. સત્તાવાર માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી કુલ ફરિયાદોમાંથી જુલાઈ અને 12 એપ્રિલ અને જૂન મહિનામાં 18 ફરિયાદો મળી છે. ત આમાંથી 18 ફરિયાદો ગ્રુપ એ અને બી કેટેગરીના અધિકારીઓ સામે છે. આ સિવાય અધ્યક્ષ, સભ્ય અથવા અધિકારી જેવા વિવિધ હોદ્દાઓ ધરાવતા લોકો સામે 12 ફરિયાદો મળી છે. લોકપાલના ડેટા મુજબ તે તમામ સરકારી કે બિનસરકારી સંસ્થાઓના છે.

11 ફરિયાદોનો નિકાલ

પ્રાથમિક તપાસ બાદ 11 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.  સાત કેસોમાં પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એક ફરિયાદમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો અને બીજીમાં ટિપ્પણી કરવાનું કહે્વામાં આવ્યું છે  અન્ય ત્રણ કેસોમાં લોકપાલે વધારાની માહિતી માંગી હતી. આ સિવાય ત્રણ ફરિયાદોમાં સીબીઆઈના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ તમામ કેસ 2021-22ના છે.

ભ્રષ્ટાચારને રોકવા માટે લોકપાલની સ્થાપના કરાઇ

નોંધપાત્ર રીતે, લોકપાલ સામાન્ય લોકો માટે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ અને અન્ય લોકોના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે. જો દેશના વડાપ્રધાન પર પણ ભ્રષ્ટાચારનો આરોપ છે તો  પણ તે તેની તપાસ કરી શકે છે. 19 માર્ચ 2019 ના રોજ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને લોકપાલના અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતાં બાદમાં 27 માર્ચે જસ્ટિસ ઘોષે લોકપાલના અન્ય આઠ સભ્યો, ચાર ન્યાયિક અને બાકીના બિન-ન્યાયિક શપથ લીધા હતા.

 110 ફરિયાદો 2020-21માં મળી

2020-21 દરમિયાન લોકપાલને કુલ 110 ફરિયાદો મળી હતી. 2019-20માં પ્રાપ્ત 1427 ફરિયાદો કરતાં આ 92 ટકા ઓછું હતું. 2020-21માં પ્રાપ્ત થયેલી કુલ 110 ફરિયાદોમાંથી 4 સાંસદો, 57 ગ્રુપ અને ગ્રુપ બીના કેન્દ્રીય અધિકારીઓ, 44 અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને 5 અન્ય સામે હતી. તે જ સમયે, 2019-20માં પ્રાપ્ત થયેલી 1427 ફરિયાદોમાંથી 613 સરકારી અધિકારીઓ અને ચાર કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સામે હતી.

ચેતવણી / જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ સરકારને શું ચેતવણી આપી…

તાલિબાનોનો આતંક / તાલિબાનો 150થી વધુ ભારતીયોને અજાણ્યા સ્થળ પર લઇ ગયા પછી શું થયું…