રાજ્યમાં હાલમાં રક્ષાબંધનનો માહોલ જામ્યો છે. રાખડીથી લઈને મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોના કાળમાં લોકોના આરોગ્ય ઉપર ભેળસેળિયા ફરસાણથી વધુ કોઈ ખરાબ અસરના થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર મીઠાઇની દુકાનો પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગદ્વારા 217 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સુરતમાંથી 38, વડોદરામાંથી 14 , અમદાવાદમાથી 5 અને રાજકોટમાંથી 11 નમૂના લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે ટન જેટલો અખાદ્ય માલ જપ્ત કર્યો હતો.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી વાનગીઓના પણ નમુના લેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ઉધોગમાંથી સાવ બે લાખ કિંમતનો અખાદ્ય વસ્તુ જપ્ત કરી છે. કાર્યવાહી સંદર્ભે ફૂડ વિભાગના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, લેબમાં શાકાહારી અને માંસાહારી ફૂડ પરીક્ષણ માટે પૂરતા સંસાધનો છે. શાકાહારી કે માંસાહારી ફૂડ આધારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. ફૂડ ચકાસણી લેબમાં તમામ પ્રકારના સંસાધનો ઉપલબ્ધ છે. ફૂડ ચકાસણી માટે હાઈ ટેક સંસાધનો ઉપલબ્ધ છે. માંસાહારી ફૂડ માટે પણ ચકાસણી કરવામાં આવે છે.
કેકમાં ઈંડા ઉપયોગ થયો કે નહીં તે ચકાસણી લેબમાં થઈ શકે છે. પેકેજીંગ ફૂડમાં, કેટરિંગ, હોટેલમાં બનતા ફૂડ શાકાહારી કે માંસાહારી માટે સિમ્બોલ મુકવામાં આવે છે. માંસાહારી અને શાકાહારી ફૂડમાં કોઈ છેતરપિંડી કરે તો તેની ચકાસણી લેબમાં થાય છે.
