ક્રિકેટ ચાહક માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે મેચ દરમિયાન વરસાદ બંધ થાય તેની રાહ જોવી જેથી તે પોતાના મનપસંદ ખેલાડીને રમતા જોઈ શકે. પરંતુ જો તમે ક્રિકેટરનાં દ્રષ્ટિકોણથી જુઓ તો તેમના માટે તે વધુ મુશ્કેલ છે કારણ કે વરસાદ ટીમનું મનોબળ બગાડી શકે છે.
આ પણ વાંચો – Cricket / ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ
આવી જ એક ઘટના વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી જ્યારે તમામ ખેલાડીઓ દિવસનાં પ્રથમ સત્ર માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ તે જ સમયે વરસાદએ મેચમાં ખલેલ પહોંચાડી હતી અને બપોરનાં ભોજન સુધી કોઈ રમત રમી શકાઈ ન હોતી. જોકે, આ સમય દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં ખેલાડીઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. દરમિયાન, વિન્ડીઝ ક્રિકેટે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં વિન્ડિઝનાં ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ઇન્ડોર ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. વિન્ડિઝ ક્રિકેટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, જોમેલ વોરિકન સાથી ખેલાડી ચેમાર હોલ્ડરની સામે બેટિંગ કરતા જોવા મળે છે. કેરેબિયન ખેલાડી શર્માહ બ્રુક્સ ડ્રેસિંગ રૂમમાં ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે ઉભો છે અને તેણે વારિકનને આઉટ જાહેર કર્યો છે. આ પછી, બધા કેરેબિયન ખેલાડીઓ બોલ ટ્રેકિંગની એક્ટિંગ કરતા જોવા મળ્યા. જે બાદ વારિકને DRS નો સંકેત આપ્યો. જેસન હોલ્ડરે ત્રીજા અમ્પાયરની નકલ કરીને બેટ્સમેનને આઉટ કહ્યું. ટ્વિટર પર આ વીડિયો શેર કરતા વિન્ડિઝ ક્રિકેટ બોર્ડે કેપ્શનમાં લખ્યું, “આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો લોકર રૂમ…. જોમાર વારિકને ચેમાર હોલ્ડર દ્વારા આઉટ કર્યા બાદ રિવ્યૂનો નિર્ણય કર્યો હતો. @JesonHolder98 બોલ ટ્રેકિંગની રિવ્યૂ કરે છે અને મોટી સ્ક્રીન પર નિર્ણય આપે છે #meninmaroon #rain delay “
Meanwhile in the West Indies locker room…🤣🤣
Jomel Warrican calls for a player review after being signalled LBW off a delivery from Chemar Holder.
3rd umpire @Jaseholder98 reviews ball tracking and has made a decision for the "big screen"! 😅#MenInMaroon #RainDelay pic.twitter.com/RHiOY5Mt0Q
— Windies Cricket (@windiescricket) August 21, 2021
આ પણ વાંચો – OMG! / લિયોનેલ મેસ્સીએ જે ટીસ્યુથી આંખનાં આસુ લુછ્યા હતા તેની કિંમત કરોડોમાં બોલાઇ
મેચની વાત કરીએ તો પહેલા દિવસે પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, જ્યાં ટીમે માત્ર 2 રનનાં સ્કોર પર પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન, આબિદ અલી અને ઇમરાન બટ્ટે એક-એક રન બનાવ્યા, જ્યારે અઝહર અલી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. અહીંથી કેપ્ટન બાબર આઝમ અને ફવાદ આલમ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમે દિવસની રમતનાં અંત સુધી સારો સ્કોર બનાવ્યો હતો. મેચમાં બાબરએ કેપ્ટનશીપ ઇનિંગ રમતી વખતે 75 રન બનાવ્યા હતા, જ્યારે ફવાદ 76 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ સીરીઝમાં 1-0થી આગળ છે.
