ભારતીય ક્રિકેટ ટીમ વતી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઓફ સ્પિન ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) એ રસૂલ પર પિચ રોલર ચોરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો – Cricket / ધોનીનો નવુ Look જોઇ ફેન્સ થયા ગુસ્સે, સંભળાવી ખરી ખોટી
ક્રિકેટનાં મેદાનમાંથી ઘણી વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહી છે. કેટલીક ઘટનાઓમાં ચાહકો સંડોવાયેલા હોય છે અને કેટલીક ઘટનાઓમાં ક્રિકેટરો સામેલ હોય છે. પરંતુ ક્રિકેટ ચાહકોને આ ઘટના સાંભળીને થોડો આઘાત લાગશે. જણાવી દઇએ કે, ગુમ થયેલા ક્રિકેટ રોલરે ભારતીય ક્રિકેટર પરવેઝ રસૂલને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે એક અજીબોગરીબ લડાઈમાં મુકી દીધા છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશને રસૂલને નોટિસ પાઠવી છે અને તેને ક્રિકેટ રોલર પરત કરવા અથવા પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું છે. તેના જવાબમાં રસૂલે ક્યારેય રોલર ચોરી કરવાનો કે લેવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ તેમણે સંચાલકોને પૂછ્યું છે કે, “શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની સાથે આ કોઇ યોગ્ય વ્યવહાર કરવાની રીત છે, જેમણે J&K ક્રિકેટને જીવન અને આત્મા આપ્યો છે?”

આ પણ વાંચો – Cricket / તાલિબાને અફઘાન ક્રિકેટ બોર્ડ પર કર્યો કબ્ઝો, કહ્યુ- અમે ક્રિકેટને પ્રેમ કરીએ છીએ
આ બાબત એટલી હદે વધી ગઈ છે કે, JKCA ચલાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની પેટા સમિતિનો ભાગ રહેલા ભાજપનાં પ્રવક્તા બ્રિગેડિયર (નિવૃત્ત) અનિલ ગુપ્તાએ એક ઇમેઇલમાં લખ્યું: “શું આપણી પાસે કોઈપણ પુરાવા છે, કે આપણે તેને દોષી ઠેરવી રહ્યા છીએ.” ગુપ્તાનાં ઇમેઇલ પર અન્ય સંચાલકો સાથે રસૂલને ચિહ્નિત કરવામાં આવ્યા હતા. અનિલ ગુપ્તાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, આ મામલો “હાઈપ” થઈ રહ્યો છે અને મેલ રસૂલને લખવામાં આવ્યો હતો કારણ કે તમામ જિલ્લા સંગઠનોનાં પોસ્ટલ સરનામા ઉપલબ્ધ ન હતો અને રસૂલનું નામ તેના જિલ્લાનાં JKCA રજિસ્ટરમાં હતું. ઉલ્લેખનીય છે કે, પરવેઝ રસૂલ અનંતનાગ જિલ્લાનાં બિજબેહરા શહેરનાં રહેવાસી છે, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) એ પહેલા મોહમ્મદ શફીને નોટિસ મોકલી હતી, ત્યારબાદ પરવેઝને પત્ર લખ્યો હતો. પરવેઝ રસૂલે 15 જૂન 2014 નાં રોજ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા માટે એકમાત્ર વનડે અને 26 જૂન 2017 નાં રોજ ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
