રાજય માં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર થયું જેમાં કુલ 27.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તેમજ કુલ 1,30,388 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જેમાં 1,14,193 વિદ્યાર્થી હાજર રહ્યા હતા જેમાંથી 31,785 વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા પાત્ર છે. જેમાં કુલ 27.83 ટકા પરિણામ આવ્યું હોવાનું જાણવા મળ્યું .
આ પણ વાંચો : ભૂતપૂર્વ ઓલિમ્પિયન ફૂટબોલર એસએસ હકીમનું નિધન,રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું
પરિણામ માં કુલ છોકરાઓનું પરિણામ 24.31 ટકા તો કન્યાઓનું પરિણામ 35.45 ટકા આવ્યું છે. જેમાં સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને મોકલવામાં આવશે માર્કશીટ. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે.
આ પણ વાંચો :KGF 2 ની જાહેર થઈ રિલીઝ ડેટ , આ તારીખે બોક્સ ઓફિસ પર કરશે ધમાકા
આશરે 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30 હજાર 343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4 હડાર 649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.
