ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે બુધવારે એક મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ કે, ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે દર્શકોએ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પર બોલ ફેંક્યો હતો. ટીવી કેમેરામાં બતાવવામાં આવ્યું હતું કે, ભારતીય કેપ્ટન વિરાટ તે સમયે બાઉન્ડ્રી લાઇન પર ઉભા રહેલા સિરાજને તે વસ્તુ બહાર ફેંકવા માટે કહી રહ્યા છે. દિવસની રમત પૂરી થયા બાદ જ્યારે પંતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે શું થયું તે જાહેર કર્યું. રિષભ પંતે કહ્યું, “મને લાગે છે કે કોઈએ (પ્રેક્ષકોમાંથી) સિરાજ પર બોલ ફેંક્યો હતો, તેથી તે (કોહલી) ગુસ્સે થયા હતા. તમે જે પણ કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ ફિલ્ડરો પર વસ્તુઓ ફેંકશો નહીં, મને લાગે છે કે તે ક્રિકેટ માટે સારું નથી.
આ પણ વાંચો – IND vs ENG / ટીમ ઈન્ડિયાને ટોસ જીતવો મોંંઘો પડ્યો, ટીમ 100 નો આંકડો પાર કર્યા પહેલા ઓલઆઉટ
આપને જણાવી દઇએ કે, આ ઘટના ટીવી કેમેરામાં પણ બતાવવામાં આવી હતી, જ્યારે કેપ્ટન કોહલી સિરાજને વસ્તુ ફેંકી દેવા માટે કહી રહ્યો હતો. ત્રીજી ટેસ્ટનાં પહેલા દિવસની રમત પૂરી થયા બાદ આ ઘટના વિશે સમજાવતા પંતે કહ્યું કે, મને લાગે છે કે કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સે હતા કારણ કે દર્શકોમાંથી કોઈએ સિરાજ પર બોલ ફેંક્યો હતો. તમે જે પણ કહેવા માંગો છો તે કહી શકો છો, પરંતુ ફિલ્ડરો પર વસ્તુઓ ફેંકશો નહીં. હું માનું છું કે તે ક્રિકેટની રમત માટે સારું નથી.” જો કે, મોહમ્મદ સિરાજ સાથે, ગેરવર્તન કરતા જોવા મળેલા અંગ્રેજી ચાહકોને સિરાજે યોગ્ય જવાબ આપ્યો હતો કે ભારતીય ટીમ આ ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. અગાઉ લોર્ડ્સ ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનાં દર્શકોએ આવી જ રીતે ભારતીય ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. તે મેચમાં, ચાહકોએ ફિલ્ડિંગ લાઇન પર ઉભેલા ઓપનર કેએલ રાહુલ પર બોટલ ફેંકી હતી.
Crowd asking Siraj what is the score and he replied something like "1-0" in the series. pic.twitter.com/NWra6Jjeu1
— Johns. (@CricCrazyJohns) August 25, 2021
આ પણ વાંચો – ક્રિકેટ / પાકિસ્તાને બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 109 રને હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી
લીડ્સ ટેસ્ટની વાત કરીએ તો, કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પહેલા જ દિવસે ઈંગ્લેન્ડનાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. રમતનાં પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયા માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વગર 120 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર રોરી બર્ન્સ (52) અને હસીબ હમીદ (60) ક્રિઝ પર છે.
