ટોક્યો પેરાલિમ્પિક્સમાં શુક્રવાર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભારતીય મહિલા પેરા એથ્લીટ ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં અદભૂત પ્રદર્શન કર્યું. તેણે વિમેન્સ સિંગલ્સ ક્લાસ -4 કેટેગરીની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ભાવિના પેરાલિમ્પિક્સની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની છે. 34 વર્ષની ભાવિનાએ ક્વાર્ટર ફાઇનલમાં 17 મિનિટની મેચમાં સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રેન્કોવીને 11-5 11-6 11-7થી હરાવી હતી. સેમિફાઇનલમાં પહોંચતા જ ભાવિનાનું મેડલ કન્ફર્મ થઇ ગયું છે. હવે શનિવારે ભાવિના ઈતિહાસ રચવા નીચે જશે. સેમીફાઇનલમાં તેનો સામનો ચીનની ઝાંગ મિયાઓ સામે થશે. ભાવિના ઉપરાંત રણજીત ભાટીની નજર પુરુષોની બરછી ફેંક સ્પર્ધા પર રહેશે.
ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આની સાથે ભાવિનાએ પેરાલિમ્પિકમાં દેશ માટે એક મેડલ પણ પાક્કો કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે ભાવિના પટેલ મહેસાણાની વતની છે
