વડોદરા/ ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે મોત

આજકાલ અકસ્માતની સંખ્યામાં સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો…

Gujarat Vadodara
અકસ્માત

આજકાલ અકસ્માતની સંખ્યામાં સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો :સુવિધાઓથી સજ્જ દેશની પ્રથમ મૂવેબલ હોસપિટલનું થશે નિર્માણ, જાણો ક્યાં…

આ મામલે મળતી મહિતી અનુસાર, વડોદરા અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત થતાં એક યુવતીનું મોત નીપજ્યું છે. એક્ટિવા સવાર યુવતીને કાર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું છે. 24 વર્ષીય નમ્રતા સોલંકી નામની યુવતીનું મોત નિપજ્યું છે. યુવતી બ્રિજ પરથી પોતાના ઘરે જતી હતી તે સમયે જ કાર ચાલકે અડફેટે લીધી હતી.

આ પણ વાંચો :યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ

યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેની બહેન નમ્રતા સોલંકી (ઉંમર વર્ષ 24) ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. તે ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કરમસદથી આવેલા પોતાના ફિયાન્સ દિવ્યાંગ દરજીને મળવા અકોટ બ્રિજ પાસે ગઈ હતી. તેમને મળીને તે પોતાની એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે GJ06 EQ 2008 નંબરની આઈ-20 કારના ચાલકે તેને અટફેડે લીધી હતી. આ કાર ફુલસ્પીડમાં આવી રહી હતી, જેને મારી બહેનની ગાડીને ટક્કર મારી હતી. આ સાથે જ મારી બહેન નીચે પડી હતી, અને તેના માથા પર ગંભીર ઈજાઓ આવી હતી.

આ પણ વાંચો :ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ”

એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા નમ્રતાને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના મામલે યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી.

આ પણ વાંચો :કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સમયે લોકોને બચાવવા અને રક્ષણ માટે ERC પ્રતિબધ્ધ : મ્યુનિ. કમિશનર

આ પણ વાંચો :રાજકોટમાં સફાઈ કર્મચારીઓ માટે બીજા તબક્કાની તાલીમ યોજાઈ

આ પણ વાંચો :ગુજરાતમાં ટામેટા ,બટાટા અને ડુંગળીનું ઓપરેશન ગ્રીન યોજનામાં સમાવેશ થતાં ખેડૂતોને થશે લાભ