ગુજરાતમાં તમામ વર્ગ માટે ઉપયોગમાં લેવાતાં શાકભાજી પૈકી બટાટા-ટામેટા અને ડુંગળીનો સમાવેશ કેન્દ્ર પુરસ્કૃત ઓપરેશન ગ્રીન યોજનામાં કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં આ અંગેનો પ્રશ્ન ગુજરાતનું જ પ્રતિનિધિત્વ કરતાં સાંસદ દિનેશ અનાવડીયાએ કર્યા બાદ કેન્દ્રસરકારે આ નિર્ણય કર્યો છે. પરિણામે બટાટા-ટામેટા અને ડુંગળીનું ઉત્પાદન કરતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે.
પોતાના નિયમિત ખોરાકમાં શાકભાજી તરીકે બટાટા-ડુંગળી કે ટામેટા મહદઅંશે ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં બટાટા-ડુંગળી અને ટામેટા ઉત્પાદન માટે બનાસકાંઠાજિલ્લો શાકભાજીનું હબ બન્યું છે. દરમિયાન રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં સાંસદ દિનેશભાઇ અનાવડિયાએ કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન યોજનાનો લાભ આપવામાં ગુજરાતનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. કેન્દ્ર દ્વારા અન્ય કેટલાંક રાજ્યનો સમાવેશ થયો છે.
પરંતુ ગુજરાતનો સમાવેશ થયો નથી. સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ધરાવતાં બનાસકાંઠામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી.દરમિયાન કેન્દ્રની યોજનામાં અન્ય રાજ્યનો સમાવેશ છે.ગુજરાતનો સમાવેશ થયો નથી. જો યોજનાનો લાભ અપાય તો ગુજરાતના ખેડૂતોને લાભ મળી શકે. બનાસકાંઠા સહિત ગુજરાતમાં બટાટા-ડુંગળી અને ટામેટાનું વાવેતર પણ મોટાપ્રમાણમાં થાય છે. રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયાની આ રજૂઆતને ધ્યાનમાં લઇને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને અજયસિંહ તોમરે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. અગાઉ યોજના હેઠળ આસામ યુપી મેઘાલય ઉત્તરાખંડ અને પુણેનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગુજરાતમાં ઓપરેશન ગ્રીન યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
