બોલિવૂડથી હોલીવુડ સુધી પ્રભુત્વ ધરાવતી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. આ દરમિયાન પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા દ્વારા તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તેના ચાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને પ્રિયંકાની ચિંતા કરવા લાગ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાના ચહેરા પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો :NCBએ કરી અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ, ઘરમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા ડ્રગ્સ અને ચરસ
એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનારી સિટડેલથી પ્રિયંકા વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહી છે. તે હાલ સિટડેલ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ શુટિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના માથા પર વાગ્યુ હતું. દેશી ગર્લે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરીને આ માહિતી આપી હતી.

પ્રિયંકા ચોપરાએ તસવીર શેર કરતા જણાવ્યું કે, તેને શુટિંગ દરમિયાન આ ઈજા પહોંચી છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ સિટડેલના એક એક્શન સિક્વન્સમાં કામ કરી રહી હતી, ત્યારે તેનો ચહેરો ખૂનથી લથપથ થઈ ગયો હતો.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીએ પોસ્ટર શેર કરી કબૂલી પોતાની ભૂલ, કહ્યું , ભૂલ કરી છે પણ..
‘સિટડેલ’ સિરીઝમાં એક્ટ્રેસ ‘ગેમ ઓફ થ્રોન્સ’ ફેમ રિચર્ડ મેડન અને પેડ્રો લેન્ડ્રો સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ સિરીઝમાં પ્રિયંકા સ્પાય કેરેક્ટર પ્લે કરશે. છેલ્લા ઘણા સમયથી આ સિરીઝનું શૂટિંગ લંડનમાં થઈ રહ્યું છે. એક્ટ્રેસ સેટ પરથી ઘણીવાર ફોટો શેર કરતી રહે છે. આ સિરીઝ પહેલાં તેણે ઈન્ટરનેશનલ ફિલ્મ ‘નેક્સ્ટ ફોર યુ’નું શૂટિંગ પૂરું કર્યું છે.
View this post on Instagram
સિટડેલ’ વેબ સિરીઝ ઉપરાંત એક્ટ્રેસ પાસે ઘણા બોલીવૂડ અને હોલિવૂડ પ્રોજેક્ટ છે. હોલિવૂડ સ્ટાર કીનુ રીવ્સ સાથે ‘મેટ્રિક્સ 4’,મિન્ડી કેલિંગ સાથે એક રોમેન્ટિક કોમેડી, વેડિંગ થીમ રિયાલિટી શો, મા આનંદ શીલાની બાયોપિકમાં કામ કરશે. પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ ત્રણેય ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં સાથે જોવા મળશે. ફરહાન અખ્તર ‘ડોન 2’ બાદ આ ફિલ્મથી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા છેલ્લે હિંદી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી.
આ પણ વાંચો :સિઝન 13 ને કરોડપતિ મળી ગયા,અંધ સ્પર્ધક હિમાની બુંદેલા કેબીસીના પ્રથમ કરોડપતિ બન્યા,7 કરોડ માટે રમશે
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડનો વાર્ષિક પગાર છે આટલો, રકમ જાણીને આંખો ફાટી જશે
આ પણ વાંચો :ટોમ ક્રુઝને થયુ હજારો પાઉન્ડનું નુકશાન, બોડીગાર્ડની BMW માં રાખેલા સામાનની થઈ ચોરી
