- ટોકયો પેરાલિમ્પિકમાં ફાઇનલમાં ભાવિનાની હાર,
- ચીનની ઝોઉ યીંગ સામે ભાવિનાની હાર,
- ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિનાએ જીત્યો સિલ્વર મેડલ,
- ભારતે ટોકયો પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ
ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સની ફાઇનલમાં હાર થઇ છે. જો કે તેણે હવે સિલ્વર મેડલ જીતી લીધો છે. ભાવિના પટેલ ફાઇનલમાં ચીનનાં ઝોઉ યિંગ સામે હારી ગઇ હતી. ભાવિનાએ 28 ઓગસ્ટનાં રોજ રોમાંચક સેમિફાઇનલ મેચમાં વિશ્વની નંબર 3 મિયાઓને 3-2થી હરાવીને જોરદાર વાપસી કરી અને ગોલ્ડ મેડલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો.
#TokyoParalympics | Indian Para table tennis player Bhavina Patel brings home silver medal, loses to China's Zhou Ying in Women's Single's class 4 final pic.twitter.com/GfGDS0gnkm
— ANI (@ANI) August 29, 2021
આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાનો શરમજનક રેકોર્ડ
ભારતીય મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ કેટેગરીની વર્ગ 4 ની ઇવેન્ટની ફાઇનલમાં ચીનની યિંગ ઝોઉ સામે 0-3થી હાર્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. યિંગે શરૂઆતથી જ મેચમાં પોતાની પકડ જાળવી રાખી હતી. ભાવિના પટેલને પ્રથમ ગેમમાં યિંગ દ્વારા 11-7 થી હરાવી હતી, જ્યારે બીજી ગેમમાં તે નંબર 1 ખેલાડીનાં હાથે 11-5 થી હારી ગઈ હતી. યિંગે ત્રીજી ગેમ 11-6 થી સરળતાથી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો. જણાવી દઇએ કે, ભાવિના પટેલની સેમિફાઇનલમાં જીત ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી માટે જબરદસ્ત વાપસી ગણવામાં આવી રહી હતી, કારણ કે તેણે શરૂઆતી રાઉન્ડમાં ઝોઉ સામે હાર્યા બાદ માત્ર નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું ન હતું, પરંતુ ફાઇનલ માટે રિયો 2016 ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાનાં બોરીસ્લાવા પેરીક રેન્કોવિચ અને સિલ્વર મેડલિસ્ટ મિયાઓ સહિત ત્રણ મજબૂત વિરોધીઓને હરાવ્યા હતા. ભાવિનાએ સેમીફાઇનલમાં પહોંચીને દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો અને ટેબલ ટેનિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પેરા એથ્લીટ બની હતી.
Tokyo Paralympics: Bhavina bags silver after losing gold medal match to China's Zhou Ying
Read @ANI Story | https://t.co/tFgzxtFu5O#TokyoParalympics #BhavinaPatel pic.twitter.com/DfxVzfu0rd
— ANI Digital (@ani_digital) August 29, 2021
આ પણ વાંચો – પેરાલિમ્પિક / ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે દેશ માટે મેડલ પાક્કો કર્યો
ભારતે અત્યાર સુધી પેરાલિમ્પિક્સમાં ત્રણ રમતોમાં 12 મેડલ જીત્યા છે, જેમાં એથ્લેટિક્સ (ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ), પાવરલિફ્ટિંગ (એક બ્રોન્ઝ) અને સ્વિમિંગ (એક ગોલ્ડ) નો સમાવેશ થાય છે. ભાવિનાએ 2017 માં બેઇજિંગમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન એશિયન પેરા ટીટી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
