કરનાલમાં બે વખત વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપનાર અધિકારીને ટિકૈતે સત્તાવાર તાલિબાનનો દરજ્જો આપ્યો છે. તેમણે કહ્યું કે, આવા અધિકારીને નક્સલી વિસ્તારમાં તૈનાત કરવા જોઈએ. જ્યાં સુધી આવા અધિકારી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ખેડૂત શાંતિથી નહી બેસી.
આ પણ વાંચો –Tokyo Paralympics / ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video
ભારતીય જનતા પાર્ટીની બેઠક વિરુદ્ધ કરનાલ નજીક વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, દેશ પર હવે સરકાર સંચાલિત તાલિબાનનો કબ્જો છે. તેમણે કહ્યું કે, ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીઓને તાલિબાનોનાં કમાન્ડરે આદેશ આપ્યો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે પોલીસે ભાજપનાં સભાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનાં જૂથ પર કથિત રીતે લાઠીચાર્જ કર્યો હતો, જેઓ કરનાલ તરફ કૂચ કરી રહ્યા હતા, જેમાં આશરે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રાકેશ ટિકૈતે કરનાલમાં પોલીસ દ્વારા ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અંગે કહ્યું કે, સરકારી તાલિબાનોએ દેશનો કબ્જો લઈ લીધો છે. સરકારી તાલિબાનનો કમાન્ડર દેશમાં હાજર છે. આ કમાન્ડરોને ઓળખવા હવે જરૂરી બની ગયુ છે. અહી કમાન્ડર છે જેણે માથું તોડવાનો આદેશ આપ્યો હતો. હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખર અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર હતા જેની સામે વિરોધીઓ વિરોધ કરી રહ્યા હતા.
#WATCH: देश में सरकारी तालिबानों का कब्ज़ा हो चुका है। देश में सरकारी तालिबानों के कमांडर मौज़ूद है। इन कमांडरो की पहचान करनी होगी। जिन्होंने आदेश दिया सर फोड़ने का वहीं कमांडर है: किसान नेता राकेश टिकैत, करनाल में पुलिस द्वारा किसानों पर हुए लाठीचार्ज पर pic.twitter.com/KnuPFQ7SGx
— ANI_HindiNews (@AHindinews) August 29, 2021
આ પણ વાંચો – Political / ખેડૂતો પર લાઠીચાર્જની ટીકા કરતા રાહુલ ગાંધીએ સરકારને બતાવ્યો તેનો ચહેરો
ખેડૂતો સામેની કાર્યવાહી માટે રાજ્ય પોલીસની ટીકા કરવામાં આવી હતી અને વિરોધમાં ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત રસ્તાઓમાં ફતેહાબાદ-ચંદીગઢ, ગોહાના-પાણીપત અને જીંદ-પટિયાલા રાજમાર્ગ; અંબાલા-કુરુક્ષેત્ર, કરનાલ પાસે દિલ્હી હાઇવે, હિસાર-ચંદીગઢ અને કાલકા-ઝીરકપુર નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઘણા મુસાફરો કલાકો સુધી રાજમાર્ગો પર ફસાયેલા હતા.
