દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે કેરળ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ જોવા મળી રહી છે. કેરળમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબાત છે.કેરળ માટે બીજી મુશ્કેલીએ દસ્તક આપી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા પાંચ મહિનામાં કેરળમાં 300 થી વધુ બાળકો મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ-ઇન ચિલ્ડ્રન (MIS-C), (પોસ્ટ-કોવિડ કોમ્પ્લિકેશનનો એક પ્રકાર) થી સંક્રમિત થયા હતા. જેમાંથી 4 ના મોત થયા હતા. MIS-C કેરળ માટે નવી ચિંતા તરીકે ઉભરી આવી છે, જે બે મહિનાથી વધુ સમયથી કોવિડ સંક્રમણમાં તેજી જોવા મળી રહી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને શનિવારે માતા-પિતાને કહ્યું કે જો તેમના બાળકો MIS-C ના લક્ષણો દર્શાવે તો તાત્કાલિક તબીબી મદદ લેવી. “આ રોગ સાધ્ય છે, પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે મુશ્કેલ બનશે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે MIS-C એ બાળકોમાં કોવિડ પછીનો રોગ છે જે કોરોના વાયરસમાંથી સાજા થયાના ત્રણ-ચાર અઠવાડિયા પછી તાવ, પેટમાં દુખાવો, લાલ આંખો અને ઉબકાના લક્ષણો દર્શાવે છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધી કોવિડ -19 થી સંક્રમિત તમામ રાજ્યની 10% વસ્તીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે MIS-C સંક્રમિત કેસોમાં મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. આ વર્ષે માર્ચમાં થિરુવનંતપુરમની સરકારી હોસ્પિટલમાં પ્રથમ MIS-C કેસ નોંધાયો હતો.
હાલમાં કેરળમાં કોરોના મામલે સ્થિતિ હજી પણ કંટ્રોેલમાં નથી હજીપણ કેસ વધી રહ્યા છે કેરળને કારણે, ભારતનો કોરોના ગ્રાફ હવે ભયાનક દેખાવા લાગ્યો છે. ભારતમાં એટલે કે શનિવારે કોરોના વાયરસના લગભગ 47 હજાર નવા કેસ આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 509 લોકોના મોત થયા છે. અત્રે નોંધનીય છે કે કેરળમાં ગઈકાલે જ 32801 નવા કેસ મળી આવ્યા હતા અને 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી પિનારાયી વિજયને શનિવારે કહ્યું કે, કેરળ સરકારે રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે સોમવારથી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. કર્ફ્યુનો સમય રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે.
