Not Set/ અલકાયદાનો ટોપ કમાન્ડર અને લાદેનનો સિક્યુરીટી ઇન્ચાર્જ વર્ષો બાદ અફઘાનિસ્તાન પરત ફર્યો

વિશ્વના કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદાના ટોચના કમાન્ડર અમીન-ઉલ-હક પણ અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષો બાદ પરત ફર્યા છે

Top Stories

તાલિબાનનાેએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આતંકવાદી સંગઠનો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે હાલ અફઘાનિસ્તાન દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ માટે સ્વર્ગ બની રહ્યું છે. વિશ્વના કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદાના ટોચના કમાન્ડર અમીન-ઉલ-હક પણ અફઘાનિસ્તાન પરત ફર્યાે છે અને તે પણ ઘણા વર્ષો બાદ.જ્યારે અમીન-ઉલ-હક આવ્યા ત્યારે તેમની સાથે ભારે સુરક્ષા વ્યવસ્થા હતી, તેઓ પોતે તેમની કાર ચલાવી રહ્યા હતા. અમીન-ઉલ-હકના સમર્થકોએ તેની સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું. આ કેટલું ભયાનક છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે અમીન-ઉલ-હક અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનના સુરક્ષા પ્રભારી હતા.અમીન-ઉલ-હક 1980 ના દાયકાથી ઓસામા બિન લાદેન સાથે જોડાયેલા હતા. જ્યારે લાદેન ડોરા-વોરા ટેકરીઓમાં હતો ત્યારે હક તેની સુરક્ષાનું ધ્યાન રાખતો હતો.

ચીને યુ.એસ. ને કહ્યું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તાલિબાન સાથે સંપર્ક સ્થાપિત કરવા અને “સક્રિય રીતે માર્ગદર્શન” આપવા માટે “તમામ પક્ષો” માટે જરૂરી છે. ચીને પુનરાવર્તન કર્યું હતું કે અમેરિકી સૈનિકોનું ઉપાડ આતંકવાદી જૂથોને અફઘાનિસ્તાનમાં ફરી ઉભરી આવવાની તક પૂરી પાડી શકે છે.ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.