શુભારંભ/ મહિલાઓના પોષણ માટે સરકારની યોજના, સગર્ભા મહિલાઓને અપાશે પૌષ્ટિક લાડુ

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વ્યક્તિ કુપોષણનો શિકાર હોય તો કોઈ સુવિધા કામ નથી લાગતી. ગાંધીનગર ક્ષેત્રમાં તમામ લોકો સુધી સરકારની બધી યોજનાઓનો લાભ પહોંચે તેનો જનપ્રતિનિધિઓએ ખ્યાલ રાખવો જોઈએ.

Gujarat Others
પૌષ્ટિક લાડુ વિતરણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો. આ યોજના હેઠળ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની હજારો સગર્ભા મહિલાઓના ઘરે જઈને દર મહિને 15 લાડુઓના પેકેટનું વિતરણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરાવ્યો પ્રારંભ

પૌષ્ટિક લાડુ વિતરણ  યોજનાનો પ્રારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સોમવારે તેમણે પોતાના મતવિસ્તારમાં આવતા સાણંદ તાલુકાના નિધરાડમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો. લીલી ઝંડી આપીને તેમણે લાડુ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે રથ અમદાવાદ જિલ્લાની 4 હજાર અને ગાંધીનગર જિલ્લાની 3 હજાર સગર્ભા મહિલાઓના ઘરે જઈને લાડુઓનું વિતરણ કરશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું કે, યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી આપણી છે.

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વ્યક્તિ કુપોષણનો શિકાર હોય તો કોઈ સુવિધા કામ નથી લાગતી. ગાંધીનગર ક્ષેત્રમાં તમામ લોકો સુધી સરકારની બધી યોજનાઓનો લાભ પહોંચે તેનો જનપ્રતિનિધિઓએ ખ્યાલ રાખવો જોઈએ. આ ઉપરાંત અમિત શાહે લાભાર્થી મહિલાઓને સંબોધીને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે સગર્ભા મહિલાઓને પોષક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ કર્યો. સાથે જ તેમણે લોકોને જન્માષ્ટમીના પર્વની શુભકામના પણ આપી.

ટોક્યો પેરાલિમ્પિક્સ / એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલને જીત્યો ગોલ્ડ મેડલ

તાલિબાનોનો કબજો / તાલિબાનોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ પર કર્યો કબજો ,ઉડાણ પર પણ પ્રતિબંધ મૂક્યો