અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે અને બીજી બાજુ તાલિબાનોને સમર્થન આપવું કે કેમ તેની મૂંઝવણમાં અનેક દેશો જાેવા મળી રહ્યા છે ત્યારે કતારમાં તાલિબાન નેતા સાથે ભારતીય રાજદૂતની પ્રથમ ઔપચારિક બેઠક મંગળવારે થઈ હતી. સરકાર તરફથી આ અંગે માહિતી આપવામાં આવી કે આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયની સુરક્ષા અને પરત ફરવાની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, તાલિબાન સાથે વાત કરવા વિશે સરકાર હવે વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગઈ છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં. ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે જો તે આતંકવાદી જૂથ છે તો પછી તમે તેની સાથે કેમ વાત કરી રહ્યા છો? જો તમે તેને આતંકવાદી સંગઠન નથી માનતા તો સંયુક્ત રાષ્ટ્ર જાઓ અને તેને ત્યાંથી આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવી દો. પહેલા તમારું મન બનાવો.ઉમર અબ્દુલાએ સરકાર પર પ્રહાર કતાં કહ્યું કે દેશ તાલિબાનને આતકવાદી સંગઠન માને છે કે નહિ તે બાબતે સ્પષટતા કરવી જોઇએ.