ચોથી ટેસ્ટ/ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ભારત પ્રથમ દાવમાં 191 રન પર ઓલઆઉટ

શાર્દુલ ઠાકુર 57 અને વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા હતા. જ્યારે  ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે 55 રન અને ચાર વિકેટ લીધી હતી.

Top Stories Sports

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ ધ ઓવલ ખાતે ચાલી રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો  નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ઓપનિંગ જોડી કંઈ કરી શકી નહોતી. વિરાટ કોહલી સિવાય કોઈ પણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નથી. વિરાટ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઇ હતી અને સમગ્ર ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.