શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાનાં તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં એક કપડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ભયાનક આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.
આ પણ વાંચો – દેશને મળી વધુ એક વેક્સિન / DCGI એ રિલાયન્સ લાઈફ સાયન્સીસની કોવિડ -19 રસીના પ્રથમ તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી
પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનાં વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે બોઇસરમાં તારાપુર એમઆઇડીસીમાં એકમમાં આગ લાગી હતી. “આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી કારણ કે મૃતદેહની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે.” આ સિવાય ઘટના બાદ બે ફેક્ટરી કામદારો ગુમ થયા હોવાનું પણ સામે આવી રહ્યુ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
One body recovered at the site of fire & explosion at Jakharia Fabric Ltd in Boisar, Maharashtra; four injured so far: Palghar Police
— ANI (@ANI) September 4, 2021
આ પણ વાંચો – Tokyo Paralympics / શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મનીષ નરવાલે જીત્યો ગોલ્ડ તો સિંહરાજને મળ્યો સિલ્વર મેડલ
કદમે કહ્યું કે, માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડનાં જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, બ્લાસ્ટ ફેક્ટરીનાં એક યુનિટમાં થયો હતો. તેમણે કહ્યું કે, આગને કાબૂમાં લેવામાં આવી છે અને સતત કામગીરી ચાલી રહી છે.
