IPL FINAL/ કોલકાતાએ ફાઇનલમાં ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી

ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રદર્શનના રેકોર્ડની વાત કરીએ તો કોલકાતાએ 2012 અને 2014ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આ બંને વખત ટીમે વિપક્ષી ટીમને હરાવી ટાઈટલ જીત્યું હતું

Top Stories

19 સપ્ટેમ્બરથી યુએઈમાં બીજા ચરણની શરૂઆત થઇ હતી. હવે 14મી સિઝન શરૂ થયાના 189 દિવસ બાદ લીગને ચેમ્પિયન ટીમ મળશે. કોલકાતા એલિમિનેટરમાં રમીને ફાઇનલમાં પહોંચી છે. 2011માં પ્લેઓફનો નિયમ આવ્યા બાદ માત્ર ત્રીજીવાર એલિમિનેટરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. તો ચેન્નઈ પહેલી ક્વોલિફાયર જીતીને ફાઇનલમાં પહોંચી છે. 7 વાર પહેલી ક્વોલિફાયર જીતનાર ટીમ આઈપીએલ ચેમ્પિયન બની છે. આજે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. બંને ટીમે પ્લેઇંગ-11માં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી

IPL 2021ની ફાઇનલ આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે રમાવાની છે. જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ વર્ષ 2012 અને 2014મા પણ આ ટીમ ફાઇનલમાં પહોંચી છે. તેવામાં બંને વખત કોલકાતાની ટીમ ચેમ્પિયન બની હતી. આ દરમિયાન ટીમના કેપ્ટન ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર હતા

ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રદર્શનના રેકોર્ડની વાત કરીએ તો કોલકાતાએ 2012 અને 2014ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આ બંને વખત ટીમે વિપક્ષી ટીમને હરાવી ટાઈટલ જીત્યું હતું. જેથી ફાઇનલમાં કોલકાતાનો વિનિંગ રેટ 100% છે.

 ટીમની પ્લેઇંગ-11

  • CSK: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
  • KKR: શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી