Not Set/ ઘોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પેપર જોતા જ વિધાર્થીને આવ્યું હાર્ટ એટેક, થયું મૃત્યુ

હૈદરાબાદ, હૈદરાબાદમાં ઘોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીનું પેપર જોતા જ મૃત્યુ થઇ ગયું. વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ થવાથી ત્યાં હાજર શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ રહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે પેપર આવ્યા પછી 16 વર્ષનો વિદ્યાર્થી ગોપી રાજ આન્સર શીટમાં જવાબ લખી રહ્યો હતો, પરંતુ તે જ સમયે તે અચાનક […]

Top Stories India

હૈદરાબાદ,

હૈદરાબાદમાં ઘોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીનું પેપર જોતા જ મૃત્યુ થઇ ગયું. વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ થવાથી ત્યાં હાજર શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ રહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે પેપર આવ્યા પછી 16 વર્ષનો વિદ્યાર્થી ગોપી રાજ આન્સર શીટમાં જવાબ લખી રહ્યો હતો, પરંતુ તે જ સમયે તે અચાનક પડી ગયો. જોકે હોસ્પિટલ પહોંચ્યા પહેલા તે મૃત્યુ પામ્યો.

આ ઘટના સિકંદરાબાદના પરીક્ષા કેન્દ્ર શ્રી ચૈતન્ય કોલેજની છે. હજુ સુધી મૃત્યુના કારણોની ખબર પડી નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે ગોપી રાજુનું મૃત્યુ હાર્ટ એટેક આવથી થયું છે. જણાવીએ કે ગોપી રાજુ યેલરેડ્ડીગુડા ક્ષેત્રના ગર્વમેન્ટ જુનિયર કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો.

ઘટના પછી, વિદ્યાર્થીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ કેસની નોંધણી કરીને તપાસ શરૂ કરી છે. ઘણા અહેવાલોમાં પણ ગોપીએ પહેલેથી જ છાતીમાં દુખાવો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ તેને પરીક્ષામાં ભાગ લેવો ઠીક લાગ્યું. જોકે પાછળથી તે અચાનક પરીક્ષા કેન્દ્રમાં પડી ગયો.

આપને જણાવી દઈએ કે તેલંગણામાં ઇન્ટરમિડિએટ (ધોરણ 11 અને 12) પબ્લિક એકઝામિનેશનમાં લગભગ 9.63 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.