પુણેમાં 14 વર્ષની કિશોરીનું અપહરણ કરીને આઠ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પીડિતાની હાલત સ્થિર છે.
વાણવાડી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં આઠ લોકો પર 14 વર્ષની છોકરીનું અપહરણ કરવાનો અને તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. હાલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે.
વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર દીપક લગડના જણાવ્યા અનુસાર, પીડિતા પુણેમાં રેલવે સ્ટેશનથી પોતાના ગામ જવા માટે જઈ રહી હતી ત્યારે એક રિક્ષાચાલકે તેનો વિશ્વાસ મેળવ્યા બાદ બાળકીનું અપહરણ કર્યું હતું. પછી તેને પોતાની રિક્ષામાં બેસાડીને એક રૂમમાં લઈ ગયા, ત્યાં ગયા બાદ 8 લોકોએ સગીર સાથે તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો.
આરોપીઓમાં 6 રિક્ષાચાલક અને બે ચોથા વર્ગ ના કર્મચારીઓ છે. ઘટનાની જાણ થતાં પુણે પોલીસે થોડા જ કલાકોમાં તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને કસ્ટડીમાં લેવા માટે મદદરૂપ થયાં હતાં,પોલીસે અપહરણ અને સામુહિક બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. તમામ આરોપીઓને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે. વાણવાડી પોલીસે જણાવ્યું કે પીડિતાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે.
તાલિબાની સત્તા / તાલિબાન સરકાર બનાવવાના છેલ્લા સ્ટેજ પર, તાજપોશીમાં ચીન અને પાકિસ્તાનને ખાસ આમંત્રણ
ખગોળીય / સૂર્યમંડળમાં મળી આવ્યું ‘રહસ્યમય ઓબ્જેક્ટ’, ભ્રમણની ગતિ જાણીને ઉડી જશે હોશ !
ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ
