‘કોઈ મિલ ગયા’ અભિનેતા રજત બેદી સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા રજત બેદીએ ગત સાંજે (6 સપ્ટેમ્બર, 2021) અંધેરી વિસ્તારમાં એક માણસને ટક્કર મારી હતી. આ ઘટના સામે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ અકસ્માતમાં, ઘાયલ વ્યક્તિના પરિવારના સભ્યોએ સ્વીકાર્યું કે અભિનેતાએ પોતે તેને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માતા રીટાએ કહી હતી આ વાત, જુઓ વાયરલ વીડિયો
આ મામલે મળતી માહિતી અનુસાર, અભિનેતા રજત બેદી સોમવારે મોડી રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો જ્યારે તેણે કથિત રીતે અંધેરીમાં એક વ્યક્તિને તેની કાર સાથે ટક્કર મારી હતી. રજત બેદી વિરુદ્ધ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએન નગરમાં રહેતો 39 વર્ષીય વ્યક્તિ પોતાના કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, માણસ નશામાં ધૂત હતો ત્યારે રસ્તા પર ચાલતો હતો ત્યારે અચાનક રજતની કાર સાથે અથડાઈ ગયો. જોકે, આ અકસ્માત બાદ રજત ભાગ્યો નહોતો, પરંતુ તેણે પીડિતને મદદ કરી હતી.
Mumbai: Case registered against actor Rajat Bedi in DN Nagar PS for allegedly hitting a person with his car in Andheri area
The actor brought the injured to Cooper hospital, where he (actor) told he had hit the victim with his car. Victim admitted to hospital: DN Nagar police
— ANI (@ANI) September 7, 2021
તે જ સમયે, પીડિતાની પત્ની કહે છે, ‘આ અકસ્માત 6.30 વાગ્યે થયો જ્યારે મારા પતિ કામ પરથી પાછા આવી રહ્યા હતા અને તે નશામાં હતા. જ્યારે મારા પતિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રજતની ગાડીથી તેમણે ટક્કર વાગી હતી. મારા પતિ પડી ગયા અને ઈજાગ્રસ્ત થઈ ગયા.
આ પણ વાંચો :બચપન કા પ્યાર’ ગાવા વાળા સહદેવે ગાયું મની હાઇસ્ટનું ‘બેલા ચાઓ’ સોન્ગ, વીડિયો થયો વાયરલ
આ પછી રજત તેને કૂપર હોસ્પિટલ લઈ ગયો. અભિનેતાએ કહ્યું કે મારા પતિ અચાનક તેમની કારની સામે આવ્યા. તેણે કહ્યું છે કે તે આપણને મદદ કરશે. તેણે કહ્યું હતું કે તે અને તેનો ડ્રાઇવર હોસ્પિટલમાં રહેશે, પરંતુ પછીથી કહ્યું કે તે જઇ રહ્યો છે અને પાછો નથી આવ્યો. જો મારા પતિને કંઈ થશે તો રજત તેના માટે જવાબદાર રહેશે. તેમની ધરપકડ થવી જોઈએ.
રજત બેદી એક ભારતીય ફિલ્મ અભિનેતા અને ટેલિવિઝન નિર્માતા છે, જેણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે કોઈ મિલ ગયા (2003) માં રાજ સક્સેનાના ચિત્રણ માટે જાણીતા છે. આ સિવાય તેણે ચાલીસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં રખ્ત (2004), ખામોશ … ખૌફ કી રાત (2005) અને રોકી-ધ રીબેલ (2006) છે. રજત બેદીને કોઈ મિલ ગયા, કરણ અર્જુન અને હેલો કૌન ફિલ્મોથી ઓળખ મળી. તેણે જાની દુશ્મનમાં સની દેઓલ અને સુનીલ શેટ્ટી સાથે કામ કર્યું છે. અત્યારે તે ફિલ્મી દુનિયાથી દૂર છે અને બિઝનેસ કરે છે.
આ પણ વાંચો :અક્ષય કુમારની માતાની તબિયત બગડતાં લંડનથી શુંટિંગ છોડી મુંબઇ પરત ફર્યા
આ પણ વાંચો :સુપરફિટ મિલિંદ સોમને કેમ કરાવ્યું CT Scan? જાણો શું આવ્યો એક્ટરનો રીપોર્ટ
આ પણ વાંચો : કેટરિના કૈફે ટાઈગર-3 ના શૂટિંગ વચ્ચે તુર્કીથી શેર કરી સુંદર ફોટો, જુઓ
