Bollywood/ પરિવાર સાથે લંડન જવા રવાના થયો અક્ષય કુમાર,ચહેરા પાર ઉદાસીનતા જોવા મળી

માતાના મૃત્યુના બીજા દિવસે ખિલાડી કુમારનો જન્મ દિવસ હતો. આ દિવસે તેને એક પોસ્ટ મૂકી હતી. પોસ્ટમાં અક્ષયની માતા તેના ગાલ પર ચુંબન કરતી જોવા

Entertainment

8 સપ્ટેમ્બરના રોજ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું. અક્ષયને તેની માતાની બગડતી તબિયત વિશે જાણ થતાં જ તે ફિલ્મના શૂટિંગમાંથી મુંબઈ પરત ફર્યો હતો. હાલ અક્ષય ફરી એકવાર લંડન જવા રવાના થયો છે. અક્ષય તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો આરવ-નિતારા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

https://www.instagram.com/p/CTo0W3IAdE0/?utm_source=ig_embed&ig_rid=1b624f88-5192-4d21-9d3a-75c0629516b6

અક્ષય અથવા તેના પરિવારની લંડન જવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતા અધૂરી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા માટે લંડન પરત ફર્યા છે. એરપોર્ટ પર, અક્ષયે પેપરાજીને પોઝ આપ્યો હતો. જોકે અક્ષયના ચહેરા પર તેની માતા ગુમાવ્યાનું દુઃખ દેખાય આવે છે.

https://www.instagram.com/p/CTlpqdctme6/?utm_source=ig_embed&ig_rid=ce027fdb-ed27-4697-afc8-161f01943009

માતાના મૃત્યુના બીજા દિવસે ખિલાડી કુમારનો જન્મ દિવસ હતો. આ દિવસે તેને એક પોસ્ટ મૂકી હતી. પોસ્ટમાં અક્ષયની માતા તેના ગાલ પર ચુંબન કરતી જોવા મળી રહી છે. અક્ષયે લખ્યું છે કે, ‘મને ખાતરી છે કે માતા મને ઉપરથી હેપ્પી બર્થ ડે વિસ કરી રહી છે. તમારી સહાનુભૂતિ અને શુભેચ્છાઓ માટે બધાનો આભાર. જીવન ચાલ્યા કરે.